ગુજરાત

gujarat

ETV Bharat / state

Ashok Gehlot: પંડિત નેહરુ સામે પણ સવાલો ઊભા કર્યા હતા:ગેહલોત - BJP Ahmedabad visit matter

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય લઈથી કેન્દ્ર સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પંડિત જવાલાલ નહેરુ સામે પણ આરોપ લાગ્યા હતા. તેમણે પણ સામેથી જવાબ આપ્યા હતા. તો હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણી વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. આગામી સમયમાં કર્ણાટકમાં પણ કોંગ્રેસી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પંડિત નેહરુ સામે પણ સવાલો ઊભા કર્યા હતા:ગેહલોત
પંડિત નેહરુ સામે પણ સવાલો ઊભા કર્યા હતા:ગેહલોત

By

Published : Apr 1, 2023, 1:07 PM IST

પંડિત નેહરુ સામે પણ સવાલો ઊભા કર્યા હતા:ગેહલોત

અમદાવાદ: સુરત કોર્ટમાં રાહુલ ગાંધીને સજા ફટકાર્યા કર્યા બાદ કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. અલગ અલગ કેમ્પિંગ ચલાવીને સરકાર સામે આક્રોશ ઠાલવી રહી છે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ #DAROMAT કરીને નવું કેમ્પઈન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત ગુજરાત આવ્યા હતા. જ્યાંથી તેને પત્રકાર પરિષદ સંબોધી હતી.

દેશ મુશ્કેલીમાં:વડાપ્રધાનરાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે જણાવ્યું હતું કે આજ સમગ્ર દેશ મુશ્કેલીમાં છે. સંવિધાનને અપમાન થઈ રહ્યું છે અને હાલ દેશ જે દિશામાં જાય છે તે કોઈને ખબર નથી. આ સમગ્ર દેશ માટે ચિંતા માટેનો વિષય છે. આજ જે પણ સરકાર સામે અવાજ ઉઠાવે છે. તેને દેશ દ્રોહ લગાવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ સંસદમાં નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચે શું સંબંધ છે. તેના સંદર્ભમાં માત્ર ચાર જ સવાલ પૂછ્યા હતા.

મોટો પ્રશ્નઃ આ પહેલા પણ જવાલાલ નેહરૂ વખતે પણ તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને દરેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા ત્યારે આજે દેશના વડાપ્રધાન ગૌતમ અદાણીના સવાલ વિશે કેમ ભાગી રહ્યા છે. જવાબ આપતા નથી તે જ સૌથી મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ઇન્ટરનેશનલ સટ્ટા કેસમાં બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન વધવાની શક્યતા, કેન્દ્રીય એજન્સીઓ જોડાશે તપાસમાં

જવાબ આપવામાં આવતા: OBC સમાજને બેઇજ્જત કરવામાં આવ્યો.વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકોને ગુમરાહ કરવા માટે નવા નવા મુદ્દાઓ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. સંસદમાં રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવ્યા ન હતા. સંસદમાં રાહુલ ગાંધીને માફી માંગો તેવા નારા લગાવવામાં આવ્યા હતા.રાહુલ ગાંધીએ કાશ્મીર થી કન્યાકુમારી સુધી ભારત જોડે યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

બદનામ કરવાના પ્રયાસઃ પરંતુ સરકારે કરોડો રૂપિયા બગાડ્યા જેમાં રાહુલ ગાંધીને બદનામ કરવાની તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી પણ જ્યારે ગૌતમ અદાણીના વિશે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે તેમના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. દેશમાં લોકતંત્ર છે અને દેશની જનતાને પણ જાણવાનો અધિકાર છે. તેમ છતાં કેમ જવાબ આપવામાં આવતા નથી.

આ પણ વાંચો Ahmedabad Vadodara Express Highway: ટોલ ટેક્સના દર વધતા કોંગ્રેસે કહ્યું, સરકારના અચ્છે દિન

આંદોલન કરવામાં આવશે:કર્ણાટક કોંગ્રેસની સરકાર બનશે. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે. જેમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે તમામ સવાલો સરકારને પૂછવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી સમાજને બે ઇજ્જત કરી રહ્યા છે. ત્યારે અશોક ગહેલોતે જણાવ્યું હતું કે હું પણ ઓબીસી સમાજમાંથી આવું છું. હું ઓબીસી સમાજનો એક ધારાસભ્ય છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોઈથી ડરશે નહીં. તે પોતાનું કામ કરતા જ રહેશે. જે કેમ્પેઇન દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. તેવું જ કેમ્પિંગ કર્ણાટકમાં પણ ચાલુ છે. આગામી સમયમાં કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર આવશે. તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details