અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોનાનો કેર છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે હજી સુધી કોઈ દવા કે રસી શોધી શકાઈ નથી. આ સંજોગોમાં ક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવા લેવાથી કોરોના થતો નથી, તેવી એક અફવા જનતામાં ફરી રહી છે. આ ખરેખર અફવા જ છે. તે દવા લેવાથી કોરોના નહીં થાય તેવી વાત ખોટી છે. આવો જોઈએ નિષ્ણાત ડૉકટર શું કહી રહ્યાં છે.
ક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાથી કોરોનાનું જોખમ ઓછું થતું નથી: ડૉ. અતુલ કે. પટેલ - ઈટીવી ભારત
કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે હજી સુધી કોઈ દવા કે રસી શોધી શકાઈ નથી. આ સંજોગોમાં ક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવા લેવાથી કોરોના થતો નથી, તેવી એક અફવા જનતામાં ફરી રહી છે. આ ખરેખર અફવા જ છે.
ચેપી રોગોના નિષ્ણાત ડોક્ટર ડૉ. અતુલ કે. પટેલે જણાવ્યું હતું કે, આપણી પાસે અત્યારે કોરોનાને અટકાવી શકાય એવી અકસીર કોઈ દવા નથી. હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન આ જે બે દવાઓની ભલામણ કરવામાં આવી છે એ દવાઓ જે ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરે છે અથવા તો કોરોનાના દર્દીઓના સંસર્ગમાં આવે છે તે લોકો આ દવા લઈ શકે છે.કોરોના માટે જે વ્યક્તિઓ હાઈ રિસ્ક છે એવા લોકો એવું માને છે કે, આ દવા લેવાથી કોરોના નહીં થાય તો એ વાત ખોટી છે. આ દવા સીમિત વર્ગ માટે માત્ર છે. એટલું જ નહીં આ દવાની આડઅસર પણ થાય છે.
ડૉકટર અતુલ પટેલે એમ પણ કહ્યું હતું કે, વારંવાર હાથ ધોવા એ પાયાની જરૂરિયાત છે. અને જેમને ખાંસી કે શરદી હોય એમણે અચૂક ફેસ માસ્ક પહેરવા જોઈએ. જેથી તેમનો ચેપ ફેલાય નહી.