RTO અને પોલીસના ડરથી સ્કૂલના બાળકોનું જીવન જોખમમાં ! - GUJARAT
અમદાવાદ : શહેરમાં થોડા દિવસ પહેલા પોલીસ અને RTOના કારણે સ્કૂલવાન એસોસિએશન દ્વારા હડતાલ રાખવામાં આવી હતી. જે મામલે સમાધાન કરવામાં આવ્યું હતું.પરંતુ આજે આશ્રમ રોડ પર આવેલી સ્કૂલમાં RTO અને પોલીસના ડરથી વાન ચાલકોએ સ્કૂલથી દૂર ગાડી પાર્ક કરી હતી. બાળકોને રોડ ક્રોસ કરાવવામાં આવ્યો હતો.
RTO અને પોલીસના ડરથી સ્કૂલના બાળકોનું જીવન જોખમમાં
શહેરના આશ્રમ રોડ પર આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલ છૂટ્યા બાદ વાન ચાલકો સ્કૂલેથી દૂર વાન પાર્ક કરી હતી. વાનમાં આવેલા બાળકોને સ્કૂલેથી ચાલતા જીવન જોખમે રોડ ક્રોસ કરાવીને પાર્ક કરેલી વાન સુધી લઈ જવામાં આવ્યા હતા.સ્કૂલ વાન ચાલકોએ RTO અને પોલીસ દંડના વસુલે તે ડરથી દૂર વાન પાર્ક કરી હતી. બાળકોને જીવના જોખમે રોડ ક્રોસ કરાવવાની ફરજ પાડી હતી.બાળકો સાથે રોડ ક્રોસ કરતા કોઈ બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ તે અંગે સવાલ છે.