ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓંનું ચેકિંગ, 31 કામદારો આવ્યા પોઝિટિવ

અમદાવાદમાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું અટકાવવા શહેરમાં અલગ અલગ જગ્યાઓએ સાઈટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ, કામદારોમાં કોરોના જોવા મળ્યો છે. જેથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં બહારથી આવતા લોકોની ટેસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે બહારથી આવતા પ્રવાસીઓંનું ચેકિંગ,  31 કામદારો આવ્યા પોઝિટિવ
કોરોનાનું સંક્રમણ અટકાવવા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે બહારથી આવતા પ્રવાસીઓંનું ચેકિંગ, 31 કામદારો આવ્યા પોઝિટિવમ

By

Published : Sep 8, 2020, 9:50 AM IST

અમદાવાદઃ કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાઓએ સાઈટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. બહારના રાજ્યમાંથી રોજીરોટી કમાવવા અમદાવાદ આવતાં કામદારોમાં કોરોના જોવા મળ્યો છે. જેના લીધે શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે મંગળવારથી જ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. જેના દ્વારા બહારથી ટ્રેન મારફતે આવતાં પ્રવાસીઓનું ફરજિયાત ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ગોરખપુર એક્સપ્રેસમાંથી આવેલા 519 પ્રવાસીઓમાંથી ત્રણ પોઝિટિવ, રાજધાની ટ્રેનના 823 પ્રવાસીઓમાંથી 26 કેસ પોઝિટિવ તેમજ મુઝફ્ફરપુર ટ્રેનમાંથી આવેલા 530 પ્રવાસીઓમાંથી 4 કેસ પોઝિટિવ મળી આવેલા છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે બહારથી આવતા પ્રવાસીઓંનું ચેકિંગ, 31 કામદારો આવ્યા પોઝિટિવ
આ તમામ લોકોને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. તો ગંભીર લક્ષણો જણાઈ તેવા પ્રવાસીને કોવિડ કેર સેન્ટર/કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ડોમમાં તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરી અને રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી હજી પણ ચાલુ રહેશે. બહારથી આવતા આવા પ્રવાસીના ટેસ્ટિંગથી મહદ અંશે કોરોનાનાં કેસ ઘટી શકે છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે બહારથી આવતા પ્રવાસીઓંનું ચેકિંગ, 31 કામદારો આવ્યા પોઝિટિવ
કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સઘન ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં કન્ટ્રકશન સાઇટથી માંડીને તેમની કોલોની તેમજ શો રૂમો વગેરે સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details