અમદાવાદમાં આજે સાંજે 6 વાગ્યાની આસાપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેને લઇને શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. અમદાવાદના એસ.જી. હાઇવે, ગોતા, બોપલ, સેટેલાઇટ, જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
અમદાવાદના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદી છાંટા
અમદાવાદ: જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાય છે. જેને લઇને લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. પરંતુ આજે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ અમદાવાદનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. ત્યારબાદ એકાએક વરસાદના છાંટા પડ્યા હતા.
અમદાવાદના વાતાવરણમાં પલટો
ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં થોડી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારે પવન સાથે વરસાદી છાંટા પડતા અમદાવાદીઓએ થોડી ક્ષણ પ્રથમ વરસાદી છાંટાનો આનંદ અને લ્હાવો માણ્યો હતો. આમ, આજે અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જ્યારે આજે ભારે પવન સાથે વરસાદી છાંટામાં અમદાવાદમાં ગરમીના વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી.