આજના વધતા જતા શહેરીકરણ, આધુનિકરણ, તણાવયુક્ત જીવન, બેઠાડુ જીવન તથા અનિયમિત અને બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે હૃદયની બીમારી વધી રહી છે. આ તમામ વસ્તુઓ ના કરવા માટે લોકોને સમજણ પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી, ડૉ જયંતિ રવિ, સામાજિક ક્ષેત્રથી શિવાની બહેન અને યુ.એન.મહેતા ઇન્સ્ટિયુટના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
અમદાવાદમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઇ - મહેતા ઇન્સ્ટીટ્યુટ
અમદાવાદ: 29 સપ્ટેમ્બર એટલે વિશ્વ હૃદય દિવસ. આ દિવસને અનોખો રીતે ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોમાં જાગૃતિ આવે તે માટેનો કાર્યક્રમ યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોએ હૃદય રોગ અને તેના કારણો અંગેની સમજણ આપવામાં આવી હતી.
ખાસ માનસિક તણાવના લીધે હૃદયની બીમારીઓ થાય છે અને આજના જમાનામાં નાના બાળકો પણ તણાવયુક્ત હોય છે. જેથી તેમને નાની ઉંમરમાં જ બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. યુવા વર્ગમાં પણ તણાવના કારણે બીમારીઓ વધુ જોવા મળે છે. 30 થી 40 વર્ષીય લોકોને હૃદયની બીમારીના કારણે મોત થાય છે.
કાર્યક્રમમાં તંદુરસ્ત હૃદયના 7 પગથીયા બતાવવામાં આવ્યા હતાં. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પૌષ્ટીક ખોરાક, વજનમાં ઘટાડો, ધ્રુમપાન બંધ કરવું, કસરત કરવી, તણાવમુક્ત રહેવું, ખુશખુશાલ રહેવું, નિયમિત અને પૂરતી ઊંઘ લેવી.