ગુજરાત

gujarat

By

Published : Apr 14, 2021, 8:54 PM IST

ETV Bharat / state

પ્રદેશ ભાજપે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ રસીકરણ કાર્યક્રમ યોજ્યો

ભાજપના કાર્યકરોએ 14 એપ્રિલે સવારે ગાંધીનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતીની ઉજવણી કરી હતી. જેમાં પૂર્વ પ્રધાન રમણલાલ વોરા, આત્મારામ પરમાર, પુનમ મકવાણા, અશ્વિન બેન્કર, પ્રવીણ પંડ્યા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.

પ્રદેશ ભાજપે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ રસીકરણ કાર્યક્રમ યોજ્યો
પ્રદેશ ભાજપે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ રસીકરણ કાર્યક્રમ યોજ્યો

  • ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
  • બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
  • પ્રદેશ અનુ.જાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડૉ.પ્રધ્યુમન વાજાએ પદભાર સંભાળ્યો

અમદાવાદઃ14 એપ્રિલે સવારે ગાંધીનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાજપના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી જય ભીમના નાદ સાથે જન્મજયંતીની ઉજવણી કરી હતી. જેમાં પૂર્વ પ્રધાન રમણલાલ વોરા, આત્મારામ પરમાર, પુનમ મકવાણા, અશ્વિન બેન્કર, પ્રવીણ પંડ્યા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં વિજય મુહર્તમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રધ્યુમન વાજાએ પદ ગ્રહણ કરી પોતાના નવી જવાબદારીની શરૂઆત કરી હતી.

બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

આ પણ વાંચોઃ બાબાસાહેબ આંબેડકર પર કિશોર મકવાણા લિખિત પુસ્તકોનું વડાપ્રધાનના હસ્તે ઇ-વિમોચન

અમદાવાદમાં સારંગપુર અને ગોમતીપુર ખાતે રસીકરણ કાર્યક્રમ

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડૉ.પ્રધ્યુમન વાજાની આગેવાની હેઠળ અમદાવાદ મહાનગરમાં કોરોનાની મહામારી અંતર્ગત રસીકરણના જુદા જુદા કાર્યક્રમો થયા. જેમાં સવારે 9 કલાકે સારંગપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ 9:30 કલાકે ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

આ પણ વાંચોઃ પાલનપુરમાં બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની 130મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

રસીકરણ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહ્યાં

રસીકરણ કાર્યક્રમની સાથે-સાથે સ્થાનિક લોકોને માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ડૉ.પ્રધ્યુમન વાજાની સાથે અમદાવાદ મહાનગરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર ઉપસ્થિતિ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details