ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્લીમાં આમ આદમી પાર્ટીનો વિજય, અમદાવાદમાં ઉજવણી

દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં સતત 3 વાર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જેને લઈ મંગળવારે અમદાવાદમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

આમ આદમી પાર્ટીના વિજયને લઈ અમદાવાદમાં ઉજવણી
આમ આદમી પાર્ટીના વિજયને લઈ અમદાવાદમાં ઉજવણી

By

Published : Feb 11, 2020, 8:02 PM IST

અમદાવાદ: દિલ્હી વિધાનસભાના ઈતિહાસમાં આમ આદમી પાર્ટી એક નવો જ ઈતિહાસ રચવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી દિલ્હી 60થી વધુ બેઠકો મેળવીને ભાજપના સૂપડાસાફ કરવાની દિશામાં અગ્રેસર છે. જેના પગલે દિલ્હી સહિત દેશભરના આમ આદમી પાર્ટીના એકમોમાં ઉત્સાહનો માહોલ છે.

આમ આદમી પાર્ટીના વિજયને લઈ અમદાવાદમાં ઉજવણી

અમદાવાદની શારદા સોસાયટીમાં ભીમનાથ મહાદેવ પાસે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય તેમજ ગુજરાતના અન્ય કાર્યાલયોમાં પણ આજે સવારથી જ ઉત્સાહનો માહોલ હતો. જેમ જેમ આમ આદમી પાર્ટી તરફનો ટ્રેન્ડ વધતો ગયો તેમ તેમ કાર્યાલયે કાર્યકરોની સંખ્યા વધતી ગઈ હતી અને પાર્ટીની જીત નિશ્વિત થતા વિજયોત્સવનો પ્રારંભ થયો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને એક-બીજાનું મોં મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંજે ભવ્ય રેલી કાઢશે અને પત્રકાર પરિષદ પણ સંબોધશે.

દિલ્લી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સતત 3 વાર આમ આદમી પાર્ટીનો બહુમતથી વિજય થયો છે. જેની ખુશીમાં આજ રોજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા એક બીજાને શુભેચ્છા પાઠવી બાઈક રેલી યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પાછલા 5 વર્ષના કરેલા કામ પર જનતાએ ફરી એક વાર વિશ્વાસ કર્યો છે.

આ સાથે જ ઉપપ્રમુખ ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ 5 વર્ષમાં કરેલા કાર્યો પર વોટ માંગ્યો છે અને જનતા એ તેમને ફરી વાર ચૂંટ્યા છે .જો કે આમ આદમીના પાર્ટી કાર્યકર્તાઓએ દિલ્લી જઈ પ્રચાર કર્યો હતો. દિલ્લી વિકાસનું મોડલ લઈને કેજરીવાલનું ગેરેન્ટી કાર્ડની તર્જ ગુજરાતમાં પણ મુકવામાં આવશે અને દિલ્લીમાં આમ આદમીએ કરેલા કર્યો વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ સાથે સાથે એવુ પણ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ જીતના પડછમ લહેરાશે.

ABOUT THE AUTHOR

...view details