ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મનપાની સ્પષ્ટતા: નાણાકીય લેવડદેવડ માટે રોકડ વ્યવહારનો ઉપયોગ કરી શકાશે

સોમવારે ગુજરાતના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ ચલણી નોટો અને કોઈ પણ ડિલિવરીના માધ્યમથી કોરોનાનો ફેલાવો અટકાવવા માટે 15 મેથી યુપીઆઈ અને અન્ય પ્લેટફોર્મ પાસેથી તમામ હોમ ડિલિવરી પર ડિજિટલ ચૂકવણી કરવાની રહેશે. રોકડા રૂપિયા સ્વીકારવામાં આવશે નહીં, પરંતુ મનપા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, નાણાકીય વ્યવહારો રોકડથી પણ થઈ શકશે. જેને પણ નાણાકીય લેવડ-દેવડ કરવી હોય તે લોકો કરી શકશે.

અમદાવાદ મનપાની સ્પષ્ટતા: નાણાકીય લેવડદેવડ માટે રોકડ વ્યવહારનો ઉપયોગ કરી શકાશે
અમદાવાદ મનપાની સ્પષ્ટતા: નાણાકીય લેવડદેવડ માટે રોકડ વ્યવહારનો ઉપયોગ કરી શકાશેઅમદાવાદ મનપાની સ્પષ્ટતા: નાણાકીય લેવડદેવડ માટે રોકડ વ્યવહારનો ઉપયોગ કરી શકાશે

By

Published : May 12, 2020, 5:01 PM IST

અમદાવાદ: સરકારે તમામ રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓને તેમના સ્ટાફનું 100 ટકા સ્ક્રિનીંગ કરવા માટે સૂચના આપી છે. તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 100 ટીમો બનાવશે, જે ઓનલાઇન ચૂકવણી એપ્લિકેશન સાથે દૂધ, ફળો, શાકભાજી અને કરિયાણાના 17,000 રિટેલ આઉટલેટ્સને જોડવામાં મદદ કરશે.

અમદાવાદ મનપાની સ્પષ્ટતા: નાણાકીય લેવડદેવડ માટે રોકડ વ્યવહારનો ઉપયોગ કરી શકાશે

હોમ ડિલીવરી કરનારા વ્યક્તિઓને સાત દિવસ માટે આરોગ્ય કાર્ડ આપવામાં આવશે અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત રહશે. આ ઉપરાંત, હેન્ડ ગ્લોવ્સ, સ્વચ્છતા ટોપીઓ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન કરવું પડશે. જેને અનુલક્ષીને ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500 થી વધારે ડીલીવરી સ્ટાફનું સ્ક્રીનીંગ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details