જુલાઈ 2018 દરમિયાન 3407 લોહીના નમૂનાની સામે થયેલ 2019 સુધીમાં 251 નમૂનાની તપાસ કરવામાં આવી છે. જેમાંથી જાણવા મળ્યું છે કે જુલાઈ 2018માં સાદા મલેરિયાના કેસ 629 હતા. જેની સામે જુલાઈ 2019માં 64 કેસો છે. જ્યારે ગત વર્ષે ડેન્ગ્યુના 72 કેસની સામે આ વર્ષે માત્ર 4 કેસો છે. ચિકન ગુનિયાના 9 કેસો સામે આ વખતે શૂન્ય છે.
ગત વર્ષ કરતાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં ઘટાડો
અમદાવાદ: શહેરમાં ગત વર્ષ કરતા આ વષૅ ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં મચ્છરજન્ય કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
પાણી જન્ય રોગોની વાત કરવામાં આવેતો ઝાડા-ઊલટીના જુલાઈ 2018માં 1062 કેસ હતા. જે આ વર્ષે જુલાઈમાં 203 જેટલા છે. કમળાના 601 કેસમાંથી આ વર્ષે માત્ર 68 કેસ છે. ટાઇફોઇડના 465 કેસમાંથી આ વર્ષે 153 કેસો છે. કોલેરાના 28 કેસમાંથી આ વર્ષે શૂન્ય કેસ નોંધાયા છે.