- કોર્પોરેશનની ચૂંટણીમાં આપ્યા છે 20 ઉમેદવારોને મેન્ડેટ
- યુવા ચહેરાઓને આપવામાં આવી છે તક
- આગામી દિવસોમાં કરશે ઉમેદવારોનો પ્રચાર
અમદાવાદ: ભારતીય જન પરિષદ અમદાવાદ તેમજ ગુજરાત ખાતે સંગઠન ધરાવે છે. તેમજ દેશમાં સંગઠનને મજબૂત કરનાર યુવા તેમજ અનુભવી નેતૃત્વને આવકારે છે. સાથે-સાથે એક મજબૂત, વિશ્વાસુ વિકલ્પ બની દેશની જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે. 'આવો સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીયે' તેવી આ નવા પક્ષની વિચારધારા છે. સત્તાધારી પક્ષના ગેરવ્યાજબી નિર્ણયો અને પ્રજાની હાડમારી વધારનારા પ્રશ્નો તેમજ તેઓના સત્તા લાલચી વલણ સામે લડત આપવા ભારતીય જન પરિષદ હરહંમેશ તૈયાર રહેશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં નવી પાર્ટી ભારતીય જન પરિષદના ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર ભારતીય જન પરિષદ એક યુવા સંગઠન
ગુજરાતમાં યોજાનારી આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જન પરિષદના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીત અપાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જનતાની સમસ્યાઓને વાચા આપવા તેમજ અમદાવાદને આધુનિક અમદાવાદ બનાવવાના સંકલ્પ સાથે ભારતીય જન પરિષદ આગળ આવી રહી છે. ભારતીય જન પરિષદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ગૌરવ મિશ્રા અને રાષ્ટ્રીય સચિવ અમિત વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય જન પરિષદ એક યુવા સંગઠન છે જે સમાજના દરેક ઉંમરના અને દરેક ધર્મના લોકોને સર્વધર્મ સમભાવ ના વિચાર સાથે ભારતીય જન પરિષદમાં જોડાઈને સમાજના કામમાં સાથ આપી શકે છે.
આગામી કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત ભારતીય જન પરિષદે 20 ઉમેદવારોને ઘોષિત કર્યા
ભારતીય જન પરિષદ દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત અમદાવાદના વિકાસમાં સહભાગી બની શકે તે માટે 20 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. આ ઉમેદવારો બીજા દરેક પક્ષોને સારી લડત આપવા સક્ષમ છે. આ વિષય પર ભારતીય જન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અનિલ ચર્તુર્વેદી એ જણાવ્યું હતું કે, અમારો કોઈપણ પક્ષ સાથે વિરોધ નથી અને અમારા પક્ષની વિચારધારા યુવાનોને સમાજમાં આગળ લાવીને યુવા વિચારો થકી ઉત્તમ કામ અને પ્રજાના કાર્યો કરવા આ પક્ષની સ્થાપના કરવામાં આવી છે. જે કાર્યો સત્તાધારી પક્ષ નથી કરી શકી અને વિપક્ષ કે જે બરાબર વિરોધ પણ નથી કરી રહ્યા તેની સામે એક સક્ષમ પક્ષ તરીકે ભારતીય જન પરિષદ આગળ આવવા મહેનત કરી રહ્યા છે.