ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોળકા વિધાનસભા : પોસ્ટલ બેલેટ રજુ કરવા મુદ્દે કોર્ટમાં બંને પક્ષ દલીલ કરશે - ચૂંટણી અધિકારી

અમદાવાદ: વર્ષ 2017 ધોળકા વિધાનસભાની જીતને પડકારતી રિટ મુદ્દે શુક્રવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસી પોસ્ટલ બેલેટને કોર્ટમાં પુરાવા તરીકે લઇ આવવાની રજુઆત કરાઈ હતી. આ મુદ્દે ચૂંટણી અધિકારી ધવલ જાની અને વિનિતા વહોરાએ લેખિત વાંધો વ્યકત ન કરતા કોર્ટે 4થી ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો છે.

file photo

By

Published : Sep 27, 2019, 8:13 PM IST

અગાઉ કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડના વકીલ પરશી કવિના તરફે દલીલ કરાઈ હતી કે, પોસ્ટલ બેલેટને કોર્ટમાં પુરાવા સ્વરૂપે રજુ કરવામાં આવે. પરંતુ, તે સમયગાળા દરમિયાન કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલે વાંધો ઉઠાવ્યો હતો જેને કોર્ટે માન્ય રાખ્યો હતો. જોકે હવે ફરીવાર અરજદારના વકીલ દ્વારા માગ કરવામાં આવી છે જેના પર હવે 4થી એપ્રિલના રોજ દલીલ કરવામાં આવશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવા બંધ કરવાની માગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી દર્શાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધુ સાક્ષીઓને ન તપાસવાની રજુઆત કરી હતી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જુબાની દરમિયાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી દાખલ કરેલી સુપ્રિમ કોર્ટમાં અરજી મુદ્દે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માંગ હતી, જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના CCTV ફુટેજ બતાવવામાં આવ્યા હતાં. જેમાં CCTVમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,વ્યકિતને ઓળખવા મુદ્દે ચૂંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી. વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેંન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતાં જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details