અમદાવાદઃઅમદાવાદ અને મુંબઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Prime Minister Narendra Modi) કાર્યરત છે. આ માટે અમદાવાદના અનેક વિસ્તારોમાં અને જિલ્લાઓમાં માટેની જમીન સંપાદનની(Bullet train land acquisition)કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે અમદાવાદ જિલ્લા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન (Bullet Train Project) અંગેનો પ્રશ્ન કર્યો જેમાં 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ આ પ્રોજેક્ટ માટે કુલ 27 -15-17 હેક્ટર આરે ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે.
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન રૂપિયા ખેડૂતોને ચૂકવાયા નથી -વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ વિધાનસભામાં બુલેટ ટ્રેન જમીન સંપાદન અંગે પ્રશ્ન કર્યો ત્યારે સરકાર ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં કેટલી જમીન સંપાદન કરવામાં આવી કેટલી બાકી અને કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી તે વિશેની માહિતી આપી હતી. આ મામલે ETV Bharatની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કર્યો તો સરકારે 2017 માં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હતું તેના રૂપિયા હજુ સુધી ખેડૂતોને ચૂકવાયા નથી. ખેડૂતો દ્વારા કલેકટર તેમજ સરકારમાં પણ અનેક વખત રજૂઆતો કરી અને અરજીઓ આપી હોવા છતાં ખેડૂતોને તેમના હકના પૈસા હજુ મળ્યા નથી.