ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ઈ-બસ પ્રોજેક્ટથી આઠ વર્ષમાં 262 કરોડનું નુકસાન થશેઃ AMTS ચેરમેન

અમદાવાદ: BRTSની વાર્ષિક સામાન્ય સભામાં હોબાળો થયો હતો. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાઅને AMTSના ચેરમન અતુલ ભાવસાર વચ્ચે સબસિડીવાળી 300 ઈ-બસ ખરીદવા મામલે આમને સામને આવી ગયા હતા. AMTSના ચેરમેને દાવો કર્યો હતો કે, આ બસ ચલાવવા માટે યોગ્ય કોરિડોર નથી. ઉપરાંત આ પ્રોજેક્ટથી આઠ વર્ષમાં AMCને 262 કરોડનું નુકસાન થશે. આ વિવાદમાં કોંગ્રેસ પણ કુદી પડી પ્રોજેક્ટ અંગે ફેરવિચારણા કરવાની વાત કરી હતી.

BRTS

By

Published : Oct 1, 2019, 9:55 AM IST

Updated : Oct 1, 2019, 10:23 AM IST

સોમવારે મળેલી બીઆરટીએસની વાર્ષિક સામાન્ય સભામાં AMTSના ચેરમેને જણાવ્યું હતું કે, 300 ઇલેક્ટ્રિક બસ ખરીદવા જઇ રહ્યા છે. તેમાં સબસિડી મળવાની નથી બસો સબસિડી નહીં મળવાને કારણે મોંઘી પડશે. કેન્દ્ર સરકારની ટીમ ઇન્ડિયા હેઠળ જો બસો ખરીદવામાં આવે તો 45 લાખ રૂપિયાની સબસિડી મળે છે. ટાટા કંપની પાસેથી બસ લેવામાં આવશે, તો એક પણ રૂપિયાની સબસિડી મળવાની નથી એક બસ સવા કરોડની છે. જેને કારણે તંત્રની તિજોરી પર આઠ વર્ષમાં 262 કરોડનું નુકસાન જશે.

અતુલ ભાવસારે દાવો કર્યો હતો કે, 650 બસ ચલાવવા માટે કોરીડોર જ નથી, 300 બસ સબસિડી વગર શા માટે ખરીદવામાં આવી તે અંગે અતુલ ભાવસારે શંકા વ્યક્ત કરી આ બસો ખરીદવાથી AMCની તિજોરીને 265 કરોડનું નુકસાન થશે તેવો દાવો કર્યો હતો.

BRTSની સામાન્ય સભામાં ઈ-બસ મુદ્દે હોબાળો

અગાઉ ટાટા કંપનીની 50 બસનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ઓર્ડર હજુ પણ કંપની પૂર્ણ કરી શકી નથી. 50 બસમાંથી માત્ર 12 જ બસ આવી છે. કંપની 10 મહિના જેટલો સમય થયો છતાં પણ પૂર્ણ કરી શકી નથી. આ સાથે વધુ રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, બીઆરટીએસ કોરિડોર ક્ષમતા મર્યાદિત છે. એક સામટી બસો દોડાવવામાં આવશે. ટ્રાફિકનો પ્રશ્ન થશે આથી આ બધી બાબતોને ધ્યાનમાં લઈને નવી બસ ખરીદવાનો ઓર્ડર આપવો જોઈએ સબસિડી વાળી બસ ખરીદવી જોઈએ.

આ આખા વિવાદમાં કોંગ્રેેસ પણ કુદી પડી હતી. વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યુ હતું કે, જો AMTSના ચેરમેનનો દાવો સાચો હોય તો કોંગ્રેસ પણ તેનો વિરોધ કરે છે.

Last Updated : Oct 1, 2019, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details