અમદાવાદ: કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સાથે સ્થાનિક તંત્ર પણ સતત પગલાં ભરી રહ્યું છે. પરંતુ તેને અટકાવવામાં સૌથી મહત્વનો ફાળો નાગરિકો જ આપી શકે છે. જો નાગરિકો ઘરમાં જ રહે તો જ કોરોના વાઈરસ ફેલાવાની સાયકલને તોડી શકાય છે.
કોરોના વાઈરસ સંદર્ભે બ્રહ્માકુમારી સંસ્થાનના ભારતી દીદીની અપીલ
નાગરિકોનો સાથસહકાર કોરોનાના ફેલાવાને અટકાવવા અત્યંત જરુરી છે, ત્યારે વિવિધ વર્ગ પર અસર ધરાવતાં અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે લોકો ઘરમાં રહે, સુરક્ષિત રહે. બ્રહ્માકુમારી સંસ્થાના ભારતી દીદીની અપીલ સાંભળો...
કોરોના વાયરસ સંદર્ભે બ્રહ્માકુમારી સંસ્થાનના ભારતીદીદીની અપીલ
આ જ વાતને લઈને બ્રહ્માકુમારી સંસ્થાનના ભારતી દીદીએ લોકોને ઘરે જ રહીને સરકારને સાથ આપવા અપીલ કરી હતી. તેમણે નાગરિકોને ઘેર રહીને રચનાત્મક કાર્યો કરવા જણાવ્યું હતું. 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહીને પોતાના પરિવારની વધુ નિકટ આવે અને સરકારે જાહેર કરેલા નિર્દેશોનો અમલ કરે તેવી આશા ભારતી દીદીએ વ્યક્ત કરી હતી.