- છરાથી હુમલો કરી આરોપી પોલીસને થાપ આપી નાસી ગયો
- વેજલપુરના એક શખ્સને પોલીસે દબોચી લીધો
- આરોપીઓ પહેલાથી જ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
અમદાવાદ:વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિર્દોષ નાગરિકો પર છરીથી હુમલો કરી ખૂનની કોશિશ તેમજ દારૂના કેસમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપી હારુનશા ફકીર તથા સોહીલ અજમેરીને વેજલપુર વિસ્તારમાં ફરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે, પોલીસ તેને પકડવા જતાં તેણે પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ પર બુટલેગરોએ કર્યો હુમલો આ પણ વાંચો:લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ
પોલીસે હિંમતપૂર્વક હારુનશા ફકીરને ઝડપી પાડયો
ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ શુક્રવારની રાત્રે આરોપીઓને પકડવા ગઈ હતી. આ દરમિયાન, બન્ને આરોપીઓએ પોલીસ ઉપર છરાથી હુમલો કરી પથ્થર ફેંકીને એક આરોપી નાસી છુટ્યો હતો. પોલીસે હિંમતપૂર્વક હારુનશા ફકીરને ઝડપી પાડયો હતો. ત્યારે, અન્ય એક આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધીને અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે, આરોપીઓ પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપી પહેલાથી દારૂના ધંધામાં સંકળાયેલો હતો.
આ પણ વાંચો:અમદાવાદની વિઠલાપુર પોલીસે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાનો કર્યો પર્દાફાશ