હાલ દુનિયાના સૌથી ઊંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રેરાઈને યુવાનને આ નવી પુસ્તક ‘બુક ઓફ યુનિટી’ બનાવવાનો ખ્યાલ આવ્યો હતો. આ પુસ્તક એક મીટર ઊંચું છે, જેમાં ભારતને સંગઠિત કરનારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી મુખપૃષ્ઠ પર દર્શાવવામાં આવીછે.
નવનીત એજ્યુકેશન લિમિટેડના મુખ્ય યુગ રચના અધિકારી અભિજીત સન્યાલના જણાવ્યા અનુસાર યુવા દ્વારા રચિત આ બુક ઓફ યુનિટીને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમને ગર્વ છે. અમદાવાદના યુવાનોએ ઊત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમના વિચારો આ પુસ્તકમાં લખીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પુસ્તકની પ્રેરણા અમને સરદાર વલ્લભભાઈ પટેલ પરથી મળી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારા દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવા નવીન ઉત્પાદનો બનાવી હજારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જરૂર કરીશું.