ગુજરાત

gujarat

ETV Bharat / state

પોસ્ટ ઓફિસમાં કર્મચારીના હાથમાંથી પાર્સલ પડી જતા થયો બ્લાસ્ટ

અમદાવાદ: શહેરના શાહીબાગમાં આવેલી પોસ્ટ ઑફિસમાં પાર્સલમાંથી બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આ આગને પગલે ફાયર બ્રિગેડની 4-5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

શાહીબાગની પોસ્ટ ઑફિસમાં થયો બ્લાસ્ટ

By

Published : Jul 22, 2019, 8:45 PM IST

વધુ જણાવીએ તો, પોસ્ટ ઑફિસમાં બ્લાસ્ટને પગલે FSL, બોમ્બ સ્કવોડ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં ફટાકડા જેવા પદાર્થને કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

બ્લાસ્ટની ઘટના અંગે તપાસ કરતી FSLની ટીમ
શાહીબાગની ચંદ્રમણિ હૉસ્પિટલ પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં રવિવારની સાંજે એક પાર્સલ શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ પાર્સલ અંજારના યુવકે ભાવનગરથી ઉત્તરપ્રદેશ મોકલાવ્યું આવ્યું હતું. પરંતુ આ પાર્સલ ત્યાથી પરત આવતા તેને પરત ભાવનગર મોકલવાનું હતું.
શાહીબાગની પોસ્ટ ઑફિસમાં થયો બ્લાસ્ટ

ત્યારે મોકલતી વખતે નીચે પડતા બ્લાસ્ટ થયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બ્લાસ્ટ કયા કારણે થયો તેની તપાસ FSL દ્વારા કરવામાં આવી હતી. પ્રાથમિક રીતે ફટાકડામાં વપરાતો પદાર્થ પાર્સલમાંથી મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જો કે હાલ FSLની ટીમ તેના નમૂના લઈ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details