ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની 4 પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય વાવટો - ahmedabad

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની 4 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. તેના પરિણામ આજે 23 મેના રોજ આવ્યા છે. ચારેય બેઠક પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસમાંથી પાટલી બદલીને આવેલા ઉમેદવારો ભાજપમાંથી લડ્યા હતા, અને તેમની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

ડિઝાઇન ફોટો

By

Published : May 23, 2019, 10:08 PM IST

અત્યાર સુધી એવું મનાતું હતું કે, ઊંઝા અને જામનગર ગ્રામ્યની બેઠક ભાજપ ગુમાવશે, પણ ભાજપે જીત મેળવી લીધી છે. ધ્રાંગધ્રા અને માણાવદર બેઠક પર રસાકસી બાદ ભાજપની જીત થઈ છે. આ જીત સાથે ભાજપ ગુજરાત વિધાનસભામાં 100 આંકડો પાર કરશે.

કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યોએ બળવો કરીને રાજીનામુ આપ્યું હતું, તે ચાર ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અને તેઓ આ બેઠક ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડ્યા હતા. માણાવદરની બેઠક પર જવાહર ચાવડા, ધ્રાંગધ્રા બેઠક પર પરસોત્તમ સાબરિયા, ઊંઝા બેઠક પર ડૉ.આશા બહેન પટેલ અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજીભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી જીતની નજીક છે. વીવીપેટની ગણતરી હોવાથી ફાઈનલ આંકડા જાહેર કર્યા નથી, પણ ચારેય બેઠક ભાજપ જીતી ગયું છે.

(1) ધ્રાંગધ્રા પેટા ચૂંટણી બેઠક

: 52 રાઉન્ડને અંતે

ભાજપના ઉમેદવાર પરષોતમ સબરિયા 92,371 મત

, કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ 59,508 મત

ભાજપના પરષોતમ સબરિયા 32,863 મતથી આગળ

ધ્રાંગધ્રા

(2) ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી:

કુલ થયેલું મતદાન – 1,47,897

ભાજપના આશાબહેન પટેલ - 74,299

કોંગ્રેસના કાંતીભાઈ પટેલ – 52,549

BJPના આશાબહેન પટેલ – 21,750 આગળ

કુલ મતોની ગણતરી - 1,42,354

ઊંઝા..

(3) જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણી:

ભાજપના રાઘવજીભાઈ પટેલ 88,254 મત

કોંગ્રેસના જયંતિભાઈ સભાયાને 55,232 મત

ભાજપના રાઘવજીભાઈ 33,022 આગળ

જામનગર

(4) માણાવદર પેટા ચૂંટણી:

કોંગ્રેસના અરવિંદ લાડાનીને 47,677 મત

ભાજપના જવાહર ચાવડાને 54,109 મત

ભાજપના જવાહર ચાવડા 6,432 મતથી આગળ

માણાવદર

ABOUT THE AUTHOR

...view details