ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના ધારાસભ્યએ રજૂઆત કરવા આવેલી મહિલાને જાહેરમાં માર્યો માર, વીડિયો વાયરલ

અમદાવાદઃ મહિલા સશક્તિકરણની વાતો કરતું ભાજપ પક્ષમાં જ જાણે પોતાની વાત પહોંચાડી શક્યું ન હોય અને ભાજપના જ ધારાસભ્યોને મહિલાઓના માન-સન્માન વિશે કોઈ જ પરવાહ ન હોય તેવી જ એક ધટના સામે આવી છે, નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો જાહેરમાં એક અરજદાર મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો છે જેના કારણે સમગ્ર ગુજરાતની મહિલાઓમાં રોષ જોવા મડી રહ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 3, 2019, 5:17 AM IST

સમગ્ર વિગત અનુસાર, નરોડાના ભાજપ ધારાસભ્ય પાસે સ્થાનિક મહિલા પાણી મુદ્દે ફરિયાદ કરવા ગઈ હતી. રજૂઆત કરવા ગયેલ મહિલાની ફરિયાદ સાભળવાને બદલે મહિલા પર ગુસ્સે ભરાઈ ધારાસભ્ય થાવાણીએ પોતાની કાર્યાલયની બહાર રોડ પર જાહેરમાં મહિલાને બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ધટના વીડિયોમા કેદ થઈ હતી.

મહિલાને જાહેરમાં માર્યો માર

મહત્વનું છે કે, ધારાસભ્ય બલરામનો ભાઈ કિશોર થાવાણી જે હાલમાં કોર્પોરેટર છે તે પણ અગાઉ પાણીના મુદ્દે એક કિશોર સાથે મારામારી કરી ચૂક્યા છે અને તેના વિરૂદ્ધ સરદાર નગર પોલીસમાં અગાઉ અરજી પણ કરવામાં આવી હતી. આમ બન્ને ભાઈઓ જેઓ નરોડા જિલ્લામાં મહત્વના પદ પર છે અને લોકમતથી જ ચૂંટાઈને આવ્યા હોવા છતા જાણે જનતા પ્રત્યેની તમામ ફરજો ભુલી અને મહિલાઓના સન્માનની વાતો કરનારા જ આવા કૃત્યો કરશે તો શું થશે? આ ધટનાથી સમગ્ર નરોડા પંથક ધેરા પ્રત્યાધાતો પડ્યા હતા અને સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details