અમદાવાદ: ભાજપે આજે સત્તાવાર રીતે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. વિરમગામથી(Viramgam Assembly Seat) ભાજપે હાર્દિક પટેલેને ટિકિટ આપી છે. હાર્દિક પટેલે પાટીદાર આંદોલનથી જાણીતો બનેલો યુવા ચહેરો છે. હાર્દિક પટેલની આગેવાની નીચે પાટીદાર અનામત આંદોલનના(Patidar reservation movement) પડઘા દિલ્હી સુધી સંભળાયા હતા. આ આંદોલનની અસર એટલી વ્યાપક હતી કે ભાજપે ગુજરાતમાં તેના મુખ્ય પ્રધાન બદલવાની ફરજ પડી હતી. આનંદીબહેન પટેલે(Former Chief Minister) રાજીનામું આપી દીધું હતું. પાટીદાર આંદોલન બાદ 2019માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે કેટલાય સમયથી તેઓ કોંગ્રેસથી નારાજ હતા. અંતે તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.
રાજકીય સમીકરણો:છેલ્લા 15 વર્ષથી વિરમગામ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. ત્યારે ભાજપે આ બેઠક પર હાર્દિક પટેલેને ટિકિટ આપીને એક ચેલેન્જ આપી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિરમગામથી ભાજપના ઉમેદવાર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ ચૂંટણી લડ્યા હતા. જો કે કોંગ્રેસના લાખા ભરવાડે 76 હજાર 178 મતોથી ભાજપ સામે જીત મેળવી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પ્રાગજીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને ટિકિટ આપી હતી. જેમાં 84 હજાર 930 મતો મેળવીને કોંગ્રેસે આ બેઠક જીતી હતી.