ભારતીય જવાનો દ્વારા 21 જૂનથી જ કારલિગ વિજય દિવસની ઉજવણી શરૂ કરાઇ હતી. સેનાના જવાનો બુલેટ લઇને લેહથી અનેક વિસ્તારોમાં ફરીને 4200 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા હતાં. 7 રાજ્યોની સફર દરમિયાન જવાનોએ અનેક શાળાઓ અને ગામડાઓની મુલાકાત લીધી હતી.
કારગિલ વિજય દિવસે 6 બાઇક રાઈડર્સ 4,200 કિમીનું અંતર કાપી લેહથી પહોંચ્યા અમદાવાદ
અમદાવાદઃ કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી હતી. ત્યારે ભારતીય જવાનોએ અનોખી રીતે કારગિલ દિવસની ઉજવણી કરી હતી. 21 જૂનના રોજ લેહથી 4,200 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા હતા.જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનું અભિવાદન કર્યુx હતું.
કારગિલ વિજય દિવસે 6 બાઇક રાઇડર્સ લેહથી 4200કિમીનું અંતર કાપીને અમદાવાદ પહોંચ્યા
આ બાઇક રેલીમાં 6 અલગ અલગ પ્રાંતના જવાનો સામેલ થયા હતા. જેમણે ભારતીય એક્તા અને અંખડતાનાં પ્રતિકની ઝાંખી લોકો સમક્ષ મૂકી હતી. આમ, કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે જવાનો બાઇકની લાંબી સફર તૈયાર કરી અમદાવાદ પહોંચ્યા હતા.આ બાઈકર્સનો ઉદ્દેશ ભારતીય સેનાના તાકાત અને શૌર્યની વિશે લોકો સુધી પહોંચાડવાનો હતો. જેમાં તેમને સફળતા મળી હતી.