અમદાવાદ લોસ એન્જલસ સીએમાં આયોજિત આઈપીએ 27 સેટેલાઇટ એવોર્ડસમાં આપણાં ગુજરાતી યુવાને ડંકો વગાડી દીધો છે. ભાવિન રબારીને લાસ્ટ ફિલ્મ શો માટે IPA એવોર્ડ્સમાં મોટું સન્માન જીત્યું છે. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી યુવા છે. ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમી દ્વારા સૌથી નાની વયના ભાવિન રબારીને એવોર્ડ મળ્યો છે. લાસ્ટ ફિલ્મ શોમાં 13 વર્ષના ભાવિન રબારીએ મુખ્ય અભિનેતાનો રોલ કર્યો છે.
આ પણ વાંચો ઓસ્કર નોમિનેટેડ છેલ્લો શોના મુખ્ય કલાકાર ભાવિન રબારીનું ભવ્ય વેલકમ
સૌથી નાની વયનો કલાકાર પાન નલિનની લાસ્ટ ફિલ્મ શોએ 27માં સેટેલાઇટ™ એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી IPA બેસ્ટ બ્રેકથ્રુ પર્ફોર્મન્સનો એવોર્ડ મેળવ્યો છે. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી નાની વયનો કલાકાર છે. આ સન્માન મેળવીને બાવિન રબારી જે એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લીઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા અન્ય ભૂતપૂર્વ એવોર્ડ વિજેતાઓની પ્રખ્યાત યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે. લાસ્ટ ફિલ્મ શોએ ઓસ્કારમાં શોર્ટલિસ્ટ થઈ છે.
ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ લાસ્ટ ફિલ્મ શો 21 વર્ષમાં પ્રથમ ભારતીય ફિલ્મ છે જેણે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત જીત પર પોતાની ભાવના વ્યક્ત કરતા નિર્દેશકે અને લેખક પાન નલિને કહ્યું કે ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે ખૂબ જ અદભૂત છે. આ એવોર્ડ ખરેખર ખાસ છે કારણ કે તે આટલી નાની ઉંમરમાં તેની મહેનતની ઓળખ કરાવેે છે.
આ પણ વાંચો છેલ્લો શૉ ફિલ્મથી ગુજરાતની ફિલ્મોના નવા યુગનો થયો પ્રારંભ, ઓસ્કાર નોમિનેટ નિર્દેશકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત
આપણે ભારતને ગૌરવ અપાવી શકીશું ફિલ્મના 13 વર્ષના મુખ્ય અભિનેતા ભાવિન રબારીએ કે હું ખૂબ જ ખુશ છું અને આ ફિલ્મ સાથેની તક માટે નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું. હું આશા રાખું છું કે આપણે ભારતને ગૌરવ અપાવી શકીશું અને આવા ઘણા વધુ એવોર્ડ જીતી શકીશું અને ઓસ્કાર ઘરે લાવી શકીશું.
પાન નલિનની લાસ્ટ ફિલ્મ શોના બાળકલાકારનું મોટું સન્માન ફિલ્મ પ્રશંસા મેળવી રહી છે 95મા એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટલિસ્ટમાં પસંદ થયેલી અન્ય ફિલ્મો વચ્ચે આ ફિલ્મ પ્રશંસા મેળવી રહી છે. આ ફિલ્મે ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66મા સેમિન્સી અને વૈશ્વિક સ્તરે અસંખ્ય અન્ય ફિલ્મ ફેસ્ટિવલ અને એવાર્ડ સમારોહમાં પણ ટોચના સન્માન મેળવ્યા છે.
ફિલ્મમાં કોણ કોણ છે સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા, પાન નલિન અને માર્ક ડુઅલ દ્વારા નિર્મિત લાસ્ટ ફિલ્મ શો જાપાન અને ઇટાલીમાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ યુએસમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી અને હવે તે નેટફ્લિક્સ ઇન્ડિયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થઈ રહી છે. ઓરેન્જ સ્ટુડિયો વર્લ્ડ સેલ્સ એજન્ટ છે અને તે ફ્રાન્સમાં પણ ફિલ્મ રિલીઝ કરશે, જ્યારે શોચીકુ અને મેડુસા જેવા સ્ટુડિયો તેને અનુક્રમે જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યા છે.
આ પણ વાંચો ઓસ્કર નોમીનેટડ ફિલ્મ છેલ્લો શો રિલીઝ થવાના દિવસે બાળ કલાકાર રાહુલનું ઉઠમણું
ભાવિન ક્યાંનો છે ઓસ્કર નોમિનેટેડ મુવી છેલ્લો શો મૂવીનો બાળ કલાકર ભાવિન રબારી જામનગરનો છે. ગત ઓક્ટોબરમાં તે જામનગર આવ્યો એ સમયે તેનું જોરશોરથી તથા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ છેલ્લો શૉના કલાકારનું પોતાના શહેર જામનગરમાં ગ્રામજનો તેમજ પરિવારજનોએ રોડ શૉ કરીને સ્વાગત કર્યું હતું. છેલ્લો શો મુવીમાં જામનગરના બે બાળ કલાકારોએ અભિનય કર્યો છે જેમાં ભાવિન રબારીએ લીડ રોલ કર્યો છે. બાળ કલાકાર ભાવિન રબારીનું ખુલ્લી કારમાં આગમન થતા ગ્રામજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતાં. સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બંને બાળકોનું સિલેક્શન છેલ્લો શો મુવીમાં થયું હતું. ભાવનગરના વિસ્તારમાં સમગ્ર મુવીનું શૂટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લો શો મુવી ઓસ્કોરમાં નોમિનેટ થઈ છે. આ બાળ કલાકારે પોતાના અભિનયથી સૌને ચકિત કરી દીધા છે. કારણ કે આટલી નાની ઉંમરમાં ભાવિન રબારીએ ખૂબ ઉમદા અભિનય કર્યો છે.