- કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણી પ્રચાર માટે મેદાને
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું કોંગ્રેસ જીતનો સ્વાદ ચાખી શકશે?
- કોઈ પણ મતદાર મતદાન વગર રહી ન જાય તેનું ધ્યાન રાખવુંઃ ભરતસિંહ
ધંધૂકાઃ ભરતસિંહ સોલંકીએ અહીં હાજર મતદારોને કોંગ્રેસી ઉમેદવારને જીત અપાવવા માટે આહ્વાન કર્યું હતું. આ સાથે જ બૂથ વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવા ઉમેદવારોને ભલામણ કરી છે. કોઈ પણ બૂથ ઉપર બોગસ મતદાન ન થાય તે અંગે તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. આમ જ્યારે પ્રમુખ ભરતસિંહ સોલંકી ધંધૂકા ખાતે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીના પ્રચારમાં આવ્યા ત્યારે કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના ઉમેદવારોને જે-તે બૂથ વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવા સૂચનો કર્યા હતા.
કોંગ્રેસ તરફી મતદાન થાય તેવા પ્રયત્નો કરવાઃ ભરતસિંહ
આ સાથે ભરતસિંહે જણાવ્યું હતું કે, કોઈ મતદાર મતદાન કર્યા વિના રહી ન જાય તે અંગે ધ્યાન રાખવું તો ઉંડાણના વિસ્તારમાંથી આવતા મતદારોને મતદાનમથક પર આવા જવાની વ્યવસ્થા ગોઠવવી પડે તો તે અંગે કાળજી લેવી જેવા સૂચનો કર્યા હતા. તેમણે પોતાના આપેલા ભાષણમાં જણાવ્યું કે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતને ચૂંટણી લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ત્યારે આપણે સૌએ કોંગ્રેસ તરફથી વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
ભાજપ દિવસેને દિવસે મોંઘવારી વધારી રહી છેઃ ભરતસિંહ
ભરતસિંહે ઉમેર્યું હતું કે, ભાજપ સરકારમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવો સતત વધી રહ્યા છે. વધતા ભાવોને સરકારે અંકુશમાં લેવા જોઈએ પણ છતાં સરકાર ધ્યાન આપતી નથી. રાજ્ય સરકારની વધુ પડતી એક્સાઈઝ ડ્યૂટીના પરિણામે લોકોને વધુ ભાવ આપવા પડે છે. જો તેમાં ઘટાડો કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ સસ્તુ મળી શકે તેમ છે. સાથે સાથે અન્નદાતાઓને યાદ કરતા જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે, જે સરકાર કૃષિ અંગે ત્રણ નવા કાયદા લાવી છે તેને પરત ખેંચવા માટે સતત ખેડૂતો આંદોલન પર છે તેમ છતાં સરકાર તેમના પ્રશ્નોને વાચા આપતી નથી જે દુઃખદ બાબત છે.
કોંગ્રેસ તરફી મતદાન થાય તેવા પ્રયત્નો કરવાઃ ભરતસિંહ મોટેરા સ્ટેડિયમનું નામ પુનઃ પ્રસ્થાપિત કરવું જોઈએઃ ભરતસિંહ
ઈટીવી ભારતના પ્રતિનિધિ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે, સરદાર વલ્લભભાઈ પટેલના નામથી મોટેરા સ્ટેડિયમ પ્રચલિત હતું. તેનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તે અંગેના તેમણે જણાવ્યું કે, ખરેખર આ ખોટું છે, અસહનીય છે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે, કોંગ્રેસ પક્ષ આનો વિરોધ કરે છે. તાકીદે તાકીદે સ્ટેડિયમનું નવું નામાંકન પરત લઈ પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રસ્થાપિત કરવું જોઈએ. આમ, ધંધૂકા ખાતે આવેલ ચૂંટણી પ્રચારમાં સોલંકી તમામ કોંગ્રેસી મતદારોને કોંગ્રેસના ઉમેદવારોને મત આપી અપાવી વિજય બનાવવા વધુ ને વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરવા હાકલ કરી હતી.