કેરળ: ચોમાસા દરમિયાન સમગ્ર ભારતમાં ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે. તેમાં પણ ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં કૃષિ સાથે જોડાયેલા તહેવારો હોય જ તે સ્વાભાવિક છે. ઉત્તર ભારત જેવી રીતે ઘઉં, બાજરી, જુવાર જેવા પાકોના ઉત્પાદન માટે જાણીતું છે. તેવી જ રીતે દક્ષિણ ભારત ચોખાના ઉત્પાદન માટે જાણીતું છે.
ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી - જે પી નડ્ડાએ પાઠવી ઓણમની શુભેચ્છાઓ
ભારતની દક્ષિણે આવેલા રાજ્ય કેરળમાં ચોમાસા દરમિયાન ઓણમના તહેવારની ઉજવણી થાય છે. ઓણમ કેરળના મલયાલમ ભાષાના લોકોનો ઉત્સવ છે, જે તેમના નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ તહેવાર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.
ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી
દક્ષિણ ભારતના આ મહત્વના તહેવાર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.
વીડિયો સૌજન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર હેન્ડલ.