ગુજરાત

gujarat

ETV Bharat / state

કમલનાથ સરકાર નર્મદા મુદ્દે રાજકારણને બદલે 'પાડોશી ધર્મ' નિભાવેઃ ભાજપ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નર્મદા મુદ્દે ધરણાં સંદર્ભે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આકરા પ્રહારો કર્યા હતા.

MP કોંગ્રેસ સરકાર નર્મદા મુદ્દે રાજકારણને બદલે 'પાડોશી ધર્મ' બજાવે : ભરત પંડ્યા

By

Published : Jul 20, 2019, 5:37 PM IST

અહીં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને ક્યાં મુદ્દે ધરણાં કરવા જોઈએ તેની સમજણ હાસ્યાસ્પદ અને દયાજનક છે. કોંગ્રેસના ધરણામાં મૃત્યુ પામેલા મૃતકો સાથે સંવેદના કે લાગણી નહીં અને માત્ર પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે ગુજરાત કોંગ્રેસના નેતાગીરી ઉપસાવવાના હેતુવાળા પાટીયા દેખાય છે.

ભરત પંડ્યાએ જણાવ્યું કે, હાલમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા નર્મદાનું પાણી ન છોડવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે આ ચીમકીને પગલે ખેડૂતોની પડખે ઉભા રહેવાને બદલે પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે ધરણાં ધર્યા હતા. કોંગ્રેસ હંમેશા ગુજરાત કે પ્રજાના મુદ્દા લેવાને બદલે ગાંધી પરિવારની પડખે રહીને તેમની નેતાગીરી કરવાનાં જ પ્રયાસોમાં રહેતી હોય છે. UPમાં થયેલા બે જૂથ વચ્ચેના જમીનના ઝઘડામાં જે હત્યાઓ થઈ છે, તેને ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

આ સમગ્ર મામલાને લઈને UPના મુખ્યપ્રધાન યોગીએ જે-તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે અને ગુનેગારોને પકડી લીધાં છે. આ અંગે વધુ ઉશ્કેરાટ કે તોફાન ન થાય તે માટે 144ની કલમથી લઈને જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ પીડિત લોકોને મળવા માટેની યોગ્ય સમયે વ્યવસ્થા કરી આપી છે. હવે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધી વાડ્રાને મુદ્દે શેનું આંદોલન કરે છે ? કોંગ્રેસ માત્ર પ્રજામાં ઉશ્કેરાટ અને વેર-ઝેર ફેલાવીને ગાંધી પરિવારની નેતાગીરી ઉભી કરવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.

MP કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી રોકવાની ચિમકી આપે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠાં છે તે સમજાતું નથી. નર્મદાના મુદ્દે ગુજરાત કોંગ્રેસનું મૌન એ ગુજરાત અને ગુજરાતના ખેડૂતાના હિત વિરોધી માનસિકતા બતાવે છે. ગુજરાત કોંગ્રેસે ખેડૂતોની મદદે આવવા MP કોંગ્રેસ સરકારને યોગ્ય રજૂઆત કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસનો ઈતિહાસ હંમેશા વિરોધમાં જ રહ્યો છે.

CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ભાજપ સરકાર આ મુદ્દે જે પણ અસરકારક રજૂઆત કરવાની હશે તે કરશે. ગુજરાત હંમેશા શાંતિ, એકતા અને વિકાસમાં માને છે.ત્યારે MP કોંગ્રેસ સરકાર નર્મદા મુદ્દે ગુજરાતની ઈર્ષ્યા અને રાજકારણ કરવાને બદલે ‘પાડોશી ધર્મ’ બજાવે.

ABOUT THE AUTHOR

...view details