મુખ્યપ્રધાનની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકાર ત્રણ વર્ષ 4 મહિનાના ગાળામાં 1400 જેટલા નિર્ણય લઈને સમગ્ર દેશમાં અગ્રેસર રહી છે. દરેક વર્ગ ક્ષેત્રમાં લાગણીને સમજી સંવેદનશીલ અને પારદર્શક નિર્ણય લઈ રહી છે. ગુજરાતની જનતાને પણ હેલ્મેટને લઇ ઘણી તકલીફઓનો સામનો કરવો પડતો હતો. જનતાની અનેક તકલીફોને સાંભળીને હેલ્મેટ પહેરવું ફરજીયાત નથીં તે નિર્ણય ઐતિહાસિક છે.
હેલ્મેટ નહીં પહેરવાની લોકલાગણીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માન આપ્યો તેના બદલ હું તેમનો આભારી છું: ભરત પંડ્યા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, વારંવાર લોકો મીડિયાના માધ્યમથી હેલ્મેટને લઇ આક્રોશ જાહેર કરી રહ્યા હતા કે, શહેરમાં હેલ્મેટની શું જરૂર? લોકોની લાગણી સમજી સરકારે નિર્ણય લીધો તે જનતાના હકમાં નિર્ણય લીધો છે. કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને અન્ય લોકોએ જે આક્ષેપ કર્યા ભાજપ પર તે હું વખોડું છું.
હેલ્મેટ નહીં પહેરવાની લોકલાગણીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માન આપ્યો તેના બદલ હું તેમનો આભારી છું: ભરત પંડ્યા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા એ જણાવાયું કે, દેશમાં એક માત્ર રાજકીય પાર્ટી ભાજપ છે. જે લોકશાહી મુજબ પ્રક્રિયા કરે છે. ભાજપ સંપર્ક સંવાદ અને સંગઠનથી નિમણૂક કરતી હોય છે. તેથી જ 20 લાખની સામે 15 લાખ સભ્યો બન્યા. 85 થી 90 ટકા બુથ સમિતિ બની ગઈ. 580માંથી 55 ટકા સમિતિ બની ગઈ. પ્રદેશના લોકો ચર્ચા વિચારણા કરે તે રીતે કેન્દ્રીય ભાજપ પાર્ટીએ ગુજરાત માટે બે નિરીક્ષક પ્રધાન રવિ પ્રસાદ અને અરુણજીની નિમણૂંક કરી અને ગુજરાત આવશે અને પ્રદેશ પ્રમુખની નિમણૂકની ચર્ચા કરશે. ડિસેમ્બરના બીજા કે, ત્રીજા સપ્તાહમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરાશે.
ભાજપ પ્રવક્તા વધુમાં કહ્યું કે, પગલા ચોરી કરનારા પર લેવાના હોય મહેનત કરે તેમના પર ન લેવાના હોય. કોંગ્રેસ ફરી પરીક્ષા લેવાનું કહી અરાજકતા ઉભી કરવા માંગે છે. વિદ્યાર્થી કોંગ્રેસની આ વાતોમાં આવના નથી. રાજ્ય સરકારે 15 લાખ 19 હજાર લોકોને રોજગારી આપી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 12 રોજગાર મેળા થવાના છે.5100 થી વધુની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવી છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. તેમણે કહ્યું કે, થોડી ધીરજ રાખે. રોજગાર મેળા થઈ રહ્યા છે અને રોજગારી આપે છે. તે અંગે યુવાનો જોવે છે, કોંગ્રેસ ઉશ્કેરાટ અને નકારાત્મક ઉભી કરી રાજકીય રોટલો શેકવા માંગે છે.