અમદાવાદ : રાજ્યમાં એક ધર્મ વિરુદ્ધ પોસ્ટ દ્વારા રાજ્યમાં તણાવ ભરી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવે કોઈ પણ વિવાદિત પોસ્ટ (Social Media Warning) લોકો મુકશે તો જેલની હવા ખાવા તૈયાર રહેજો. કેમ કે, સાયબર ક્રાઇમ (Cyber on Social Media) દ્વારા તમામ જુદા જુદા સોશિયલ પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા ટીમ રાખી નજર રાખવામાં આવી રહી છે.
વિવાદિત પોસ્ટ મુકનારા સામે ગુનો
જ્યારે વિવાદિત પોસ્ટ મુકનારા (Controversial Post on Social Media) સામે ગુનો નોંધી શકાય છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા તેમજ અનેક એપ્લિકેશન પર નજર રાખવામાં આવી રહી છે. જેથી ધંધુકા વાળી પરિસ્થિતિ ફરી પેદા ન થાય તે માટે પોલીસ સક્રિય થઈ છે.