ગુજરાત

gujarat

ETV Bharat / state

સેહવાગની કંપનીના પાર્ટનર હિલેરી ફોટફેબ લિમિટેડના માલિક બેન્ક ડિફોલ્ટર

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે 'વિરુ રીટેલ પ્રાઈવેટ લિમિટેડ' નામની સ્પોર્ટ્સની જોઇન્ટ વેન્ચર કંપની શરૂ કરી છે. તેમના પાર્ટનર હિલેરી ફોટફેબ લિમિટેડના માલિક બેન્ક ડિફોલ્ટર હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અમદાવાદ જોબ વેલ્ફેરના ટ્રસ્ટના પ્રેસિડેન્ટ દિનેશ સિંઘે જણાવ્યું હતું કે, તેઓ બેન્ક ઓફ બરોડાને 533 લાખનો ચૂનો લગાવી દીધો છે.

bank
હિલેરી

By

Published : Mar 18, 2020, 8:04 AM IST

Updated : Mar 18, 2020, 10:24 AM IST

અમદાવાદ: બેન્ક ઓફ બરોડાએ ગુજરાતની ખાનગી અખબારમાં જાહેરાત આપી હતી કે, 'હિલેરી ફોતફેબ લિમિટેડ'ની ખાનગી મિલકતો હરાજીમાં મુકી હતી. આ ખર્ચ વસુલવા જાહેરખબર પણ આપી હતી. જ્યારે આ કંપની પોતાના સપ્લાયર્સ, ઇન્વેસ્ટર્સ વગેરેના સો કરોડ ડુબાડી ચૂકી છે. વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ક્રિકેટર સાથે આ કંપનીનો જોઈન્ટ વેન્ટર કરવાનો હેતુ શું છે, તે ભવિષ્ય બતાવશે. જો કે, દિનેશ સિંઘે કહ્યું હતું કે, તે નાટકનો હેતુ રોકાણકારોને આવા ફ્રોડ લોકોથી બચાવવાનો છે.

જોબ વેલ્ફેર ટ્રસ્ટના પ્રેસિડેન્ટ દિનેશ સિંઘેએ વાતનો ખુલાસો કર્યો હતો કે, વીરેન્દ્ર સેહવાગ ચોક્કસએ વાતથી અજાણ હશે કે, જે કંપની સાથે તેઓ જોઇન્ટ વેન્ચર કરી રહ્યાં છે. તે બેન્ક ડિફોલ્ટર રહી ચૂકી છે.
Last Updated : Mar 18, 2020, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details