અમદાવાદમાં દિવ્ય દરબાર કાર્યક્રમ અમદાવાદ : બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી બે દિવસ અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને રહેવા માટે એક અદ્યતન અંદાજિત 15 રૂમવાળું એક મકાન રીનોવેશન કરીને તૈયાર કરવામાં આવે છે. જેમાં તેમણે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
નવું અદ્યતન મકાન તૈયાર : લાંબા સમયથી બાગેશ્વર ધામ સરકાર તરીકે હંમેશા ચર્ચામાં રહેતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આગામી 29 અને 30 મે રોજ અમદાવાદના ચાણક્યપુરી સેક્ટર 6માં આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાધિકા સેવા સમિતિ દ્વારા બાગેશ્વર ધામ સરકારનો કાર્યક્રમ સફળ બનાવવા તૈયારીઓ થતી જોવા મળી છે. બાગેશ્વર ધામ સરકારના અમદાવાદમાં રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે એક નવું અદ્યતન મકાન તૈયાર કરવામાં આવ્યું છે .આ મકાન દિવ્ય દરબાર કાર્યક્રમના સ્થળથી માત્ર 100 મીટરના અંતરે જ બનાવવામાં આવ્યું છે.
બાગેશ્વર બાબાને કોઈપણ પ્રકારની ઘટનાનો સામનો કરવાનો ન પડે તે માટે તેમના મકાનમાં અંદાજિત બે ફૂટ અંતરે એક બોડીગાર્ડ રાખવામાં આવશે. તેમની પરમિશન વિના કોઈ પણ કમિટી સભ્યો કે ભક્ત તેમના રૂમમાં પ્રવેશી શકશે નહીં. અંદાજિત 1000 જેટલા બોડીગાર્ડને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મકાનમાં એક ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે. જે ગેલેરીમાંથી બાગેશ્વર બાબા પોતાના ભક્તોને દર્શન આપી શકે તેવી સગવડ પણ ઊભી કરવામાં આવી છે...પુરુષોત્તમ શર્મા (રાધિકા સેવા સમિતિ સભ્ય)
15 રૂમવાળું મકાન :રાધિકા સેવા સમિતિના સભ્ય પુરુષોત્તમ શર્માએ ઈટીવી ભારતને જણાવ્યાનુસાર દિવ્ય દરબારના સ્થળની 100 મીટરની અંદર જ બાગેશ્વર ધામ સરકારને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે બે મકાન તોડી એક મકાન બનાવવામાં આવ્યું છે. આ મકાનમાં અંદાજિત 15 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદર મૂકવામાં આવેલી તમામ વસ્તુઓ નવી હશે. આ ઉપરાંત તેમણે જમવા માટે પણ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેમના જ રસોઈયા સાથે રાખવામાં આવશે.
અમેરિકન ડોમ તૈયાર થશે : અમદાવાદ શહેરમાં છેલ્લાં ઘણા દિવસથી ભારે ગરમી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે આ વખતે દિવ્ય દરબારનું આયોજન સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રેના 11 વાગ્યા સુધી કરવામાં આવી છે. આ દિવ્ય દરબાર બહાર ખુલ્લા પ્લોટમાં કરવામાં આવશે. જ્યાં કોઇપણ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવ્યો નથી. ભક્તો માટે નીચે બેસે ત્યાં અને ફરતે એક કાપડની આડશ તૈયાર કરવામાં આવશે. જ્યારે બાગેશ્વર ધામ સરકારનું સ્ટેજ અમેરિકન ડોમ મુજબ તૈયાર કરવામાં આવશે.
3 મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે : અમદાવાદના ચાણક્યપુરી સેક્ટર 6ના શક્તિ ચોકમાં બાગેશ્વર ધામ સરકારના દરબાર કાર્યક્રમ સ્થળે જે મેદાન છે તેમાં અંદાજિત 1 લાખ જેટલા લોકો આવી શકે છે. જોકે અન્ય 2 મેદાન પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદર LED સ્ક્રીન લગાવીને બાગેશ્વર બાબાના લાઈવ દર્શનની સગવડ પણ ઊભી કરવામાં આવી છે.
બે મહિના પહેલાં તારીખ આપી : આ કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન કઇ રીતે કરવામાં આવ્યું તે વિશે જાણકારી આપવામાં આવી હતી કે અંદાજિત એક વર્ષ પહેલા પોતાના એક મંદિરમાં આવ્યા હતાં. ત્યાં રાધિકા સેવા સમિતિના સભ્યો તેમને મળ્યાં હતાં. બાગેશ્વર ધામ સરકારને પરિવારના સભ્યોને દર્શન આપવા તેમજ માતાજીના મંદિરમાં આવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે તેમણે આવીને આ મંદિરમાં બે દિવસનો દિવ્ય દરબારનું આયોજન કરવાનું કહ્યું હતું. આજથી અંદાજિત બે મહિના પહેલા ત્રિકમગઢમાં તેમની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં જઈને તેમને લખીને આપેલી ચિઠ્ઠી અને વીડિયો લઈને પહોંચ્યા હતાં. તેમણે 29 અને 30 મે 2023ના રોજ અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન કરવાની મજૂરી આપી હતી.
લૂકની ચર્ચા :આપને જણાવીએ કે બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિવાદોની સાથે સાથે પોતાના વસ્ત્ર અને પાઘડીની ફેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. બાગેશ્વર ધામ રાજાનું રૂપ ધારણ કરે છે. તેમની કથાઓનું આયોજન થાય તેની ચર્ચાની સાથે બાગેશ્વર ધામ સરકારના લૂકની પણ ચર્ચા થાય છે. તેઓ લોકોની વચ્ચે હંમેશા રજવાડી શૈલીમાં આવે છે.
- Bageshwar Dham: બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ સર્જાયો વિવાદ!
- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપી દીધુ
- Baba Bageshwar: પટણામાં બાબા બાગેશ્વર દિવ્ય દરબાર રદ્દ, જાણો કારણ