ઉદ્યોગપતિના બંગલે રાત્રે 2 વાગે દિવ્ય દરબાર અમદાવાદ: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના ઇસ્કોન મંદિરની પાછળ આવેલા ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકના ત્યાં રાત્રિ રોકાણ અને વિશ્રામ માટે રોકાયા હતા. ત્યારે તેઓને મળવા માટે શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ સહિત આગેવાનો પહોંચ્યા હતા.
ગત મોડી રાત્રે દિવ્ય દરબાર યોજ્યો: મહત્વનું છે કે બાબા બાગેશ્વરનો અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવાનો હતો, પરંતુ વરસાદના કારણે તે દિવ્ય દરબારને રદ કરવો પડ્યો હતો ત્યારે બાબા બાગેશ્વર અંબાજી દર્શન કરીને ગાંધીનગરમાં ઝુંડાલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને રત્ન સમયે કોટક હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યા મોડી રાત્રે તેઓએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું.
બે ભક્તોની અરજી સ્વીકારી: રાત્રે 10 વાગે બાબા બાગેશ્વર કોટક હાઉસ ખાતે પહોંચ્યા હતા અને જે બાદ બે કલાક તેઓએ દરબાર યોજીને બે ભક્તોની અરજી સ્વીકારી હતી. જે બાદ તેઓએ 2 કલાક આરામ કર્યો હતો અને રાત્રે બે વાગે ઉઠીને ફરી વાર દિવ્ય દરબાર યોજ્યો હતો, જે બાદ થોડી વાર પછી 4 વાગે ફરી આરામ કર્યો હતો અને સવારે 6 વાગે ઉઠીને પૂજા આરાધના શરૂ કરી હતી.
ચાણક્યપુરીમાં આજે રાત્રિ રોકાણ: મહત્વનું છે કે બાબા બાગેશ્વરના દર્શન માટે અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સહિત અનેક પૂર્વ ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ પહોંચ્યા હતા. ત્યારે બાબા બાગેશ્વર સાંજે 4:30 વાગે ચાણક્યપુરી ખાતે પહોચશે. ચાણક્યપુરીમાં માત્ર આયોજકના ત્યાં પધરામણી કરશે. ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાત્રી રોકાણ કરશે. ચાણક્યપુરીમાં કોઈ દિવ્ય દરબાર નહીં યોજાય.
- Dhirendra Shastri Posters : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર ફાટ્યા, શહેરમાં અંદાજે 500 બેનર્સ-પોસ્ટર લાગ્યા હતા
- Baba Bageshwar in Gujarat: વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને કામગીરી શરૂ, જાણો વરસાદને લઈને આયોજકે શું કહ્યું
- Baba Bageshwar In Gujarat: વિશ્વ ઉમિયાધામમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કર્યું