અમદાવાદઃ 1 જૂન 2020થી કેટલીક નિયમિત ટ્રેનો તથા વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે, તેમજ હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય દ્વારા સૂચવેલા પ્રોટોકોલ પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીની સલામત યાત્રા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. રક્ષણાત્મક પગલાઓની આ શ્રેણીમાં "માસ્ક અને સેનેટાઈઝર વેન્ડિંગ મશીન" અને "નો ટચ સેનીટાઇઝર મશીન"નો નવીનતમ પ્રયોગ કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારી સામે લડવા માટે ટચ ફ્રી સેન્સર સંચાલિત પેસેન્જર લગેજ સેનેટાઈઝીંગ મશીન અને ફૂટવેર સેનેટાઈઝર મેટસ પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર મુકવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે, ટ્રેન સેવાઓ શરૂ થઈ ત્યારથી જ પ્રવાસીઓના સ્વાસ્થ્ય જરૂરીયાતોની શ્રેષ્ઠ સંભાળ લેવામાં આવી રહી છે. ટચ ફ્રી સેન્સર સંચાલિત પેસેન્જર લગેજ સેનિટાઈઝિંગ મશીન અને ફુટવેર સેનિટાઈઝર મેટ્સ પ્રવાસી અને તેમના સામાનની સલામતી માટે શરૂ કરેલી બીજી એક અનોખી પહેલ કરવામાં આવી છે. ભાકરે જણાવ્યું હતું કે, ટ્રેન સેવાઓ શરૂ થતાં પ્રવાસીઓના સામાનની સ્વચ્છતા એક સમસ્યા છે. કારણ કે, તેમાં લગભગ 15 કિલો વજનના બેકપેક પંપવાળા 3 થી 4 સ્ટેશન સફાઇ કર્મચારીઓ યાત્રીઓનોનો સામાન મેન્યુઅલી સેનેટાઇઝિંગ કરતા હતા.