ગુજરાત

gujarat

ETV Bharat / state

Makar Sankranti 2023 : જાણો ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ, દાન પુણ્ય ક્યા સમયે કરવાથી શ્રેષ્ઠ ગણાય - Makar Sankranti in Ahmedabad

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારને (Makar Sankranti 2023) લઈને વિશેષ મહત્વ હોય છે. મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાની સાથે ધાર્મિક મહત્વ ભારે હોય છે. આ દિવસે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમોરતા સમાપ્તિ થઈને લાભકારી કાર્યો કરવાની શરુઆત થાય છે. ત્યારે આવો જાણીએ મકરસંક્રાંતિના શુભ મુહૂર્ત તેમજ ધાર્મિક મહત્વ શું હોય છે. (makar sankranti importance in gujarati)

Makar Sankranti 2023 : જાણો ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ, દાન પુણ્ય ક્યા સમયે કરવાથી શ્રેષ્ઠ ગણાય
Makar Sankranti 2023 : જાણો ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ, દાન પુણ્ય ક્યા સમયે કરવાથી શ્રેષ્ઠ ગણાય

By

Published : Jan 12, 2023, 6:04 PM IST

મકરસંક્રાંતિના તહેવારનું ધાર્મિક મહત્વ જાણો

અમદાવાદ : ઉત્તરમાં લોહરી, પૂર્વમાં મકરસંક્રાંતિ અને દક્ષિણમાં પોંગલના નામે ઉજવાતો તહેવાર એટલે ઉતરાયણ. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકરસંક્રાંતિ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમોરતા સમાપ્તિ થાય છે. તેમજ નવા શુભ મુહુર્તના દિવસોની શરૂઆત થાય છે. સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણાતી નથી પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે. કદાચ એટલે જ મકરસંક્રાંતિના અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે. ગુજરાતના લોકો આ દિવસે પતંગ ઉડાડી તહેવારની ધામધુમથી ઉજવણી કરે છે.

સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ જ્યોતિષ આચાર્ય હેમિલ લાઠિયા જણાવે છે કે, સૂર્યનારાયણ દેવનું મકર રાશિમાં પ્રવેશ તારીખ 14મી જાન્યુઆરી 2023 શનિવારના રોજ રાત્રે 8:46 કલાકે થનાર છે. એટલે ધનારાક કમુહર્તા પુરા થાય કહેવાય. સંક્રાંતિ પુણ્યના બીજા દિવસે રવિવાર તારીખ 15મી જાન્યુઆરી 2023ના રોજ સવારે 7:25થી સાંજે 5:25 સુધીનો રહે છે .જેમાં યથાશક્તિ દાન શ્રેષ્ઠ ગણાય છે. એટલે કે આ દિવસે આખો દિવસ દાન પુણ્ય કરી શકાશે આ દિવસે ગંગા સ્નાન કરવાથી વિશેષ લાભ થાય છે. જોકે મકરસંક્રાંતિનું વાહન સિંહ છે, પીળા વસ્ત્ર હાથમાં ગદા છે કપાળમાં કેસરનું તિલક છે. તેથી પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ.

આ પણ વાંચોMakar Sankranti 2023 : ઉતરાયણના સમયે ચીક્કીનું સેવન કરવું સ્વાસ્થ્યવર્ધક, શું ભાવ છે?

આ દિવસે શું કરવું જોઈએ 14 જાન્યુઆરીથી મકર સૂર્યમાં પ્રવેશ કરે છે. જેને કારણે આ દિવસથી તમામ શુભ કામો શરૂ થાય છે. આ દિવસ બાદ બાળકોની બાબરી, છેદન સંસ્કાર, લગ્ન વગેરે શરૂ થાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી જળમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી 12 લોટા જળ સૂર્યને ચઢાવવું જોઈએ સાથે ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. આ સાથે પૂર્વજોને તલનું તેલ અર્પણ કરવું જોઈએ. જેનાથી વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ તલથી બનેલી વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ ખીચડીનું દાન કરવું જોઈએ. સંતાન પ્રાપ્તિ ઈચ્છાના જાતકોએ આ દિવસે ઉપવાસ કરીને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.

આ પણ વાંચોમકરસંક્રાંતિ 2023: જાણો ક્યારે છે મકરસંક્રાંતિ, શુભ સમય અને મહત્વ

દિવસ નાનો અને રાત મોટી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કર્ક રાશિથી લઇ ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણ યાનમાં ભ્રમણ કરે છે. એટલે કે સૂર્ય કર્ક રેખાના દક્ષિણ ભાગમાં રહે છે અને મકરથી લઈને મિથુન સુધી સૂર્ય કર્ક રેખાના ઉતરી ભાગમાં ગોચર કરે છે. સૂર્યના દક્ષિણ યાનમાં રહેવાને કારણે દિવસ નાનો અને રાત મોટી થવા લાગે છે. જ્યારે સૂર્ય ઉતરાયણમાં ગુચર કરવાને કારણે દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે. મકરસંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે. ધર્મગ્રંથોના અનુસાર સૂર્યના દક્ષિણ યાન 6 માસ દેવતાઓની રાત્રી અને સૂર્યના ઉત્તરાયણ થતા 6 માસ દેવતાઓના દિવસ ગણાય છે. જોકે ઉતરાયણ પછી મોંઘવારીની વાત કરીએ તો સોનું, હળદર, ચણા, સોયાબીન, મકાઈ, સરસવ મોંઘા થઈ શકે છે, જ્યારે વરસાદ મધ્યમ રહેશે. આ ઉપરાંત શાસક વર્ગમાં ઉશ્કેરાટ રહેશે તેમજ પ્રજામાં મધ્યમ સુખાકારી જણાશે.(auspicious time of Makar Sankranti)

ABOUT THE AUTHOR

...view details