મીન:આજે આપને જમીન કે કોર્ટ કચેરીના કામમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. મનની ઓછી એકાગ્રતાને કારણે કોઇ કામ મન લગાડીને કરી શકો નહીં. શારીરિક સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવાની સલાહ છે. સ્વજનોથી આપનું અંતર વધી શકે છે. ધાર્મિક કાર્યો થાય. કુટુંબના સભ્યો સાથે મતભેદ ટાળવો. નજીકનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવી. ગેરસમજ અને અકસ્માતથી બચવું.
મેષ:આજનો દિવસ આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્યતીત કરશો. આપના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફીથ લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.
વૃષભ: નોકરી વ્યવસાયના સ્થળે પદોન્નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્તી જળવાશે. ધન અને માન સન્માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.
મિથુન: આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્સાહ મંદ રહે. નોકરી -ધંધાના સ્થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનોની સમસ્યાઓ થોડા વધુ પ્રયાસો સાથે ઉકેલી શકશો. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્ય નથી. પિતાને હેરાનગતિ થાય.
કર્ક:તન-મનની અસ્વસ્થતા અને નિષેધાત્મક વિચારો દૂર કરને આજના દિવસે તમે મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં રુચિ લેશો તો આવનારી સમસ્યાને અગાઉથી જ ટાળી શકશો. દરેક બાબતે રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો પડશે. આર્થિક ખર્ચ અનુભવશો પરંતુ પૂર્વાયોજન હશે તો વાંધો નહીં આવે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ટાળવી.
સિંહ:આજના દિવસે આપ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય પસાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.