રિટર્નિંગ ઓફિસરે દિલ્હીના ચૂંટણી પંચને મોકલવામાં આવેલા ડેટાની CD કોને બનાવી તે અંગે કોઈ જાણતા ન હોવાની કબૂલાત કરી હતી.
રાજ્યસભા ચૂંટણી વિવાદ: ચૂંટણી પંચના મુખ્ય સચિવના અધૂરા દસ્તાવેજ સામે ઉઠ્યો વાંધો
અમદાવાદ: રાજ્યસભા અહેમદ પટેલ-બળવંતસિંહ રાજપૂત ચૂંટણી વિવાદ મામલે શુક્રવારે ચૂંટણી પંચના મુખ્ય સચિવ વરિન્દર કુમારની જુબાની લેવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજ સિવાય, મતદાન દિવસના 8 ઓગસ્ટ 2017 સિવાયના ડૉક્યુમેન્ટ કેસ સંબંધિત ન હોવાથી બળવંતસિંહ રાજપૂતના વકીલ દ્વારા દેવાંગ વ્યાસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
પ્રતિકાત્મક
તો આ મામલે ચૂંટણી પંચના મુખ્ય સચિવ વરિન્દર કુમારે વધુમાં જણાવ્યું કે, “CDની પ્રામાણિકતાનું પ્રમાણપત્ર હું કાલે મારી સાથે લઈને આવ્યો ન હતો. જે મેં આજ રોજ દિલ્હીથી E-mail સ્કેન કોપી મારફતે મેળવ્યું હોવાથી લઈને આવ્યો છું.” આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “મારી કોઈ જ અંગત જાણકારી નથી. મને ત્યાંથી ફાઇલ આપીને અહીં મોકલવામાં આવ્યો હતો, જેથી હાજર રહ્યાં હોવાની રજૂઆત કરી હતી.”