શહેરના મહામંત્રી કમલેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ શાહપુર એકતા સમિતિ નામનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. જે ગ્રુપમાં ગુલામ ફરીદ નામના ઇસમે વિવાદિત આસારામ, રામ રહીમ અને પાકિસ્તાનના PM ઇમરાનખાનનો ભાજપના સભ્યપદના કાર્ડનો ફોટો વાયરલ કર્યો હતો.
ભાજપા સદસ્યતા અભિયાનમાં યુવક દ્વારા કરાઇ ટીખળ, ભાજપે નોંધાવી પોલીસ ફરિયાદ - પોલીસ ફરિયાદ
અમદાવાદ: સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ માટેનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકો મોબાઈલ ફોન દ્વારા રજીસ્ટ્રેશન કરાવીને સભ્ય બન્યા છે. ત્યારે અમદાવાદમાં આશારામ, બાબા રામરહીમ અને ઇમરાન ખાનના ભાજપના સભ્યપદનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ મામલે ભાજપ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોધાવવામાં આવી છે.
ahmedabad
ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોના ભાજપના અભિયાન હેઠળ બોગસ આઇકાર્ડ બનાવી વાયરલ કરતા લોકોમાં ભાજપ માટેનો ખોટો સંદેશો જાય તેવો આરોપ લગાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. જે અંગે સાયબર ક્રાઈમેં તપાસ હાથ ધરી છે.
Last Updated : Jul 27, 2019, 5:23 PM IST