અમદાવાદચૂંટણી કમિશન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીલઈને તારીખો જાહેર કરી દેવામાં આવી છે. હવે ગુજરાતમાં ચૂંટણીના લોકોને પોતાનો મતનો ઉપયોગ કરવાના 30 દિવસથી પણ ઓછો સમય રહ્યો છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમવાર લડી રહેલી આમ આદમી પાર્ટી પણ પ્રજાલક્ષી વિવિધ ગેરંટીઓઆપી છે, જેને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે (arvind kejriwal) ગુજરાતની જનતાને ગુજરાતી ભાષામાં આમાંથી પાટીએ આપેલી ગેરંટી પૂર્ણ વચન આપ્યું છે.
જનતાને રીઝવવાના નવા પ્રયોગો, કેજરીવાલે ગુજરાતની જનતાને ગુજરાતીમાં આપી ગેરંટી - arvind kejriwal
ગુજરાત ઇલેક્શનની તારીખ જાહેર થતાં જ તમામ રાજકીય પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (arvind kejriwal) પણ ગુજરાતની જનતાને આપેલી ગેરંટીઓને પૂરી કરવાનું વચન ગુજરાતીમાં આપ્યું છે.
ગુજરાતી ભાષામાં વચનદિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ ઇલેક્શન કમિશનની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ગુજરાતની જનતાને ગુજરાતીમાં સંદેશો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો મને તમારો ભાઈ માનો છો ને તમારા પરિવારનો હિસ્સો માનો છોને, મને ગુજરાતમાં આટલો પ્રેમ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર. હું આપને વચન આપું છું કે તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ તમારી વીજળી ફ્રી કરી આપીશ.
શાનદાર શાળાવધુમાં જણાવ્યું હતું કે તમારા બાળકો માટે સારું શિક્ષણ મળી રહે તે માટે શાનદાર શાળા બનાવીશ સારા આરોગ્ય માટે શાનદાર હોસ્પિટલ બનાવીશ તમારા નાના બાળકોને રોજગાર અપાવીશ તમને અયોધ્યા શ્રી રામચંદ્રના દર્શન કરવા અયોધ્યા લઈ જઈશ બસ એકવાર એક મૂકો આપો જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.