ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, છ શહેરોમાં સભા સંબોધન ગોઠવાયું

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ( Arvind Kejrival ) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ( Punjab CM Bhagvant Maan ) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે ( Arvind Kejrival Gujarat Visit ) આવશે.જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની ( Arvind Kejriwal in Saurashtra ) વિવિધ જગ્યા પર સભાને સંબોધન કરશે.

અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, છ શહેરોમાં સભા સંબોધન ગોઠવાયું
અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, છ શહેરોમાં સભા સંબોધન ગોઠવાયું

By

Published : Oct 26, 2022, 8:06 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ગમે તે સમયની અંદર ચૂંટણી પંચ ( Election Commission )દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે સમય કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસનો પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સંબોધન કરશે.

28 29 30 ઓક્ટોબર ત્રણ દિવસના પ્રવાસમાં ગુજરાત ઘમરોળશે

28 ઓક્ટોબરે પંચમહાલ અને પાટણમાં સભા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આગામી 28,29,30 ઓક્ટોબરના રોજ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાન ગુજરાતમાં છ શહેરો સભા સંબોધન કરશે.જેમાં 28મી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભામાં બપોરે 12 વાગે એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ પાટણની અંદર કાંકરેજ વિધાનસભામાં બપોરે 2 વાગે જાહેર સભાને સંબોધિત કરશે.

29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ29મી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નવસારીના ચીખલી વિધાનસભામાં સવારે 11 વાગે એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ભરૂચના ડેડીયાપાડા વિધાનસભાની અંદર એક જાહેર સભાને સંબોધિત કરશે. જ્યારે 30મી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરના ગારીયાધાર વિધાનસભામાં એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ બપોરે 2 વાગે ધોરાજીની અંદર એક જાહેર સભાને સંબોધિત કરશે.

ABOUT THE AUTHOR

...view details