- ધોળકામાં દસથી બાર દિવસ દરમિયાન 25 કોરોના દર્દીના મૃત્યુ
- ધોળકામાં કોરોના સંક્રમિતનો ગ્રાફ સતત વધી રહ્યો છે
- કોરોના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે કોંગ્રેસે ડે. કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું
અમદાવાદ : જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે ધોળકામાં 48 બેડની સુવિધા આપવામાં આવી છે. કોરોના અંગે લોકો હજુ નિષ્કાળજી દાખવી રહ્યા છે. ધોળકા ટાઉન પોલીસે પણ સમગ્ર નગરમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડા પર પ્રતિબંધ અંગે તેમજ પવિત્ર રમજાન માસમાં લોકોએ નમાજ અદા કરવા ભેગા નહીં થાય અને મૌલાના એકલા જ મસ્જિદમાં નમાજ અદા કરે તેમજ સૌ કોઈના ઘરે નમાજ અદા કરવા માઇક દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે.
લોકો કોરોના ગાઈડલાઈનનુ પાલન કરે
ઘરે નગરજનોએ સોશિયલ અંતર જાળવવું અને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ કારણ વિના બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવે છે. આમ વધતા જતા કેસોને ધ્યાને લઇ કોંગ્રેસના શહેર પ્રમુખ ફારૂક ખાન પઠાણ, મન્સૂર ખાન, હરીશ ભાઈ પરમાર તેમજ દિનેશભાઈ સહિતનાઓએ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન પ્રાપ્ત થઈ શકે તે હેતુસર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.