અમદાવાદમાં હાલ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે સ્વરાજમંચ દ્વારા DDO કચેરી ખાતે જઈને વાલીઓએ વેકેશન લંબાવવા માટે રજૂઆત કરી હતી. જો કે, શિક્ષણપ્રધાને વેકેશન લંબાવાની ના પાડી છે.
ઉનાળું વેકેશન લંબાવવા વાલીઓની DDOને રજૂઆત - Gujarat
અમદાવાદઃ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાલીઓએ ગરમીને લઈ વેકેશન લંબાવવા માટે DDOને રજૂઆત કરી હતી.
ઉનાળા વેકેશનને લંબાવવા વાલીઓની DDOને રજૂઆત
ઉનાળો વેકેશન લંબાવામાં આવે તો બાળકોને હેરાન ન થવું પડે અને બાળકો બીમાર ન પડે માટે વેકેશન વધારવાની રજૂઆત કરી હતી. પરંતુ તંત્રએ આ રજૂઆતને નકારી છે. તો શિક્ષણપ્રધાને વેકેનશન લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.