ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં પણ AMTS બસની રખાઈ રહી છે સારસંભાળ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સ્થાપના મે 1 એપ્રિલ 1947માં થઈ હતી. અત્યારે અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં AMTSના ટૂંકા નામે આ બસ સર્વિસ ઓળખાય છે. AMTSના ચેરમેનના જણાવ્યા પ્રમાણે અત્યારે AMTSની પોતાની કુલ 705 બસો છે. 1947 થી કરફ્યુ કે તોફાનોને બાદ કરતા આ બસે સતત અમદાવાદીઓની સેવા કરી છે. ક્યારે શહેરમાં AMTSની બે માળની બસો પણ શહેરમાં દોડી છે. પરંતુ અમદાવાદના ઈતિહાસમાં સૌપ્રથમ વખત એવો સમય આવ્યો છે કે આ જાહેર બસ સેવા કોરોના વાયરસના સંક્રમણમાં અપાયેલા લોકડાઉનને કારણે છેલ્લા 40 દિવસથી બંધ છે.

લોકડાઉનમાં AMTS બસોની રખાઈ રહી છે સારસંભાળ
લોકડાઉનમાં AMTS બસોની રખાઈ રહી છે સારસંભાળ

By

Published : May 4, 2020, 8:43 PM IST

અમદાવાદ : હાલમાં 705 બસમાંથી ફક્ત 50નો ઉપયોગ શાકભાજીની હેરાફેરી માટે, મેડિકલ સાધનોની હેરાફેરી માટે કે પછી મેડિકલ સ્ટાફની સેવા માટે વપરાઇ રહી છે. જ્યારે બાકીની બસ AMTSના ડેપોમાં અને વર્કશોપમાં પડી છે. આ તમામ બસને સેનિટાઈઝ કરાયા બાદ તેને તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવી હતી.

લોકડાઉનમાં AMTS બસોની રખાઈ રહી છે સારસંભાળ

આ વચ્ચે તમામ બસ કામ કરતી રહે તે માટે સતત મિકેનિકો દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે. દરરોજ તેને ચાલુ કરવામાં આવે છે. જ્યારે પણ લોકડાઉન ખુલશે કે સરકાર દ્વારા લોકડાઉનમાં વધારે બસોની સુવિધા પૂરી પાડવા માટે માગ કરવામાં આવશે, ત્યારે આ બસને ફરી વખત ધોઈે અને સેનિટાઈઝ કરીને ઉપયોગમાં લેવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર પરિવહનનીની છૂટ આપવામાં આવશે, ત્યારે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તેને ચલાવવામાં આવશે. લોકડાઉન બાદ હાલ તો ભાડામાં વધારાનો નિર્ણય લેવાયો નથી. તેવુ AMTSના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details