ગુજરાત

gujarat

ETV Bharat / state

#Happy Birthday Big B: સ્વરાલય કલબ દ્વારા કરવામાં આવી અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી - અમિતાભ બચ્ચન

મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસે અમદાવાદમાં અમિતાભ બચ્ચનના ફેન્સ દ્વારા તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ તેમના પ્રખ્યાત ગીતોની એક સુંદર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું.

amitabh
#Happy Birthdamitabhay Big B : સ્વરાલય કલબ દ્વારા કરવામાં આવી અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી

By

Published : Oct 12, 2020, 12:10 PM IST

Updated : Oct 12, 2020, 2:43 PM IST

અમદાવાદ: શહેરના જાણીતા સ્વરાલય કલબના સ્થાપક અને સંચાલક રાહી રાઠોર અને કશીશ રાઠોર દ્વારા અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડુપ્લીકેટ અમિતાભ બચ્ચન આવ્યા હતા અને હાજર રહેલા દરેક પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

સ્વરાલય કલબમાં રાહી રાઠોર અને કશીશ રાઠોર કલ્ચરલ કલબની સાથે હમરાહી ફાઉન્ડેશન નામની એક સામાજિક સંસ્થા પણ ચલાવે છે. જેમાં તેઓ અલગ અલગ જાતના સામાજિક કાર્યો કરે છે. જેમાં તેઓ ગરીબ અને નિરાધાર લોકોને કપડાં, ભોજન અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓની સેવા કરે છે. અમિતાભ બચ્ચનના આ ખાસ કાર્યક્રમમાં બધાએ સાથે મળીને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

Last Updated : Oct 12, 2020, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details