ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારનું શાસન અને ગુજરાતમાં 22 વર્ષથી BJPનું શાસન કંઈ પણ કામ કર્યું નથી. એક પણ વાયદો પૂર્ણ નથી કર્યો. લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, કોંગ્રેસને તોડવાની કામ BJP કરી રહી છે, કોંગ્રેસના નેતાઓને BJPમાં સામેલ કરી ચૂંટણી જીતવાનું સપનું જોઈ રહી છે. ગુજરાતની જનતા 2019માં BJPને પોતાની જગ્યા દેખાડશે.
ગુજરાતમાં 22 વર્ષથી BJPનું શાસન, કામના નામે કંઈ નહીંઃ અમિત ચાવડા
અમદાવાદ: CWC દરમિયાન કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બન્યા છે. આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાર્દિક પોતાની ઈચ્છાથી કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિકે આજે કોંગ્રેસની પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું છે. આ પાર્ટી દ્વારા જે પણ કામ આપવામાં આવશે તે પૂરી નિષ્ઠાથી કરવાની વાત હાર્દિકે કરી છે.
અમિત ચાવડાએ કહ્યું કે, આવનાર સમયમાં રાહુલ ગાંધી અને પ્રિંયકા ગાંધી ગુજરાત આવશે. હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી હતાશ થયેલા BJPના નેતાઓ એન નાયબ મુખ્ય પ્રધાન બેફામ નિવેદનો આપી રહ્યા છે. બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા પર હાઈકમાન નિર્ણય લેશે. લોકો સાથે જોડાયેલા લોકોની પંસદગી કરવામાં આવશે.
શુક્રવારે સ્કિનિગ કમિટીની બેઠક મળશે. ચર્ચા કર્યા બાદ નામ પંસદ કરવામાં આવશે, ટૂંક સમય બાદ બાકીના 22 ઉમેદવારો જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પાર્ટી હાર્દિકને જવાબદારી આપશે ત્યાં પ્રચાર કરશે. નોંધનીય છે કે, આવતી કાલે 22 લોકસભા સીટો પર ફરી વખત ચર્ચા કરી થોડા સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ સાથે સાથે પેટા ચૂંટણી માટે પણ જાહેરાત કરી દેવામાં આવશે. આજે પેટા ચૂંટણી માટેના નામ પણ જાહેર કરી દેવામાં આવશે.