ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદીઓએ પાલન કર્યા ટ્રાફિકના નવા નિયમો

અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટ લાગુ કરી ટ્રાફિક નિયમોના દંડની રકમમાં મોટા ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારે દંડની રકમ ઘટાડી દીધી હતી પરંતુ હજુ પણ અગાઉ કરતા 5 ગણી રકમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી વસુલવમાં આવશે.આજથી નવા ટ્રાફિક નિયમોનું પાલન શરૂ થઈ ગયું છે ત્યારે સવારથી જ અમદાવાદીઓ ચુસ્તપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદીઓએ અનુસર્યા ટ્રાફિકના નવા નિયમો

By

Published : Sep 16, 2019, 1:09 PM IST

શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ટ્રાફિક પોલીસ રસ્તા ઉપર દેખાય હતી. પરંતુ ટ્રાફીક પોલીસને દંડ વસુલવાનો મોકો અમદાવાદના લોકોએ ઓછો આપ્યો હતો. મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હતાં.

અમદાવાદીઓએ પાલન કર્યા ટ્રાફિકના નવા નિયમો
આજથી નવા નિયમોનું પાલન કરવા શરૂ થવાને કારણે લોકોએ અગાઉથી તૈયારીઓ કરી દીધી હતી. પીયુસી કઢાવવા અને હેલ્મેટ ખરીદવા માટે દુકાનોમાં લોકોની લાંબી લાઈનો પણ ગઇકાલ સુધી દેખાઈ રહી હતી. વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું અનુસરણ કર્યુ હતું. હવે અમદાવાદીઓ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમની પાસેથી પાંચ ગણો દંડ વસૂલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details