શહેરની રથયાત્રા મોટા ભાગે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થતી હોય છે જેના માટે સ્થાનિકોના સાથ-સહકારની ખૂબ જરૂર પડે છે, માટે રથયાત્રા પૂર્વે જ પોલીસ દ્વારા હિન્દૂ-મુસ્લિમ કોમ વચ્ચે એકતા જળવાઇ રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરિયપુર પોલીસ સ્ટેશનમાં યોજાયો હતો.
રથયાત્રા પૂર્વે કોમી એકતા ઉભી કરવા પોલીસે યોજ્યો રક્તદાન કેમ્પ - gujarat
અમદાવાદઃ રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાનો સંદેશ પૂરો પાડતા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે.શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં હિંદુ-મુસ્લિમ કોમના તમામ લોકોએ રક્તદાન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ રક્તદાન કેમ્પ ખાસ તો થેલેસેમિયાના બાળકો માટે યોજાયો હતો.
યોજાયેલા રક્તદાન કેમ્પમાં 7 પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને રક્તદાન પણ કર્યું હતું.ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિકો પણ રક્તદાન કરીને થેલેસિમિયાના બાળકો માટે ફાળો આપ્યો હતો.આ કેમ્પમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના ધાર્મિક સંતો પણ આવ્યા હતા.સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ સાંજના 7 વાગ્યા સુધી ચાલ્યો હતો.અનેક લોકોએ આ કેમ્પમાં ફાળો આપ્યો હતો.આ સાથે જ પોલીસ દ્વારા શાસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જ્યાં આવેલા લોકોને શાસ્ત્ર વિશે સમજણ પણ આપવામાં આવી હતી...