- સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહેબિશન એક્ટને આવકારતા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
- હજુ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ભૂમાફિયાઓ બેફામ
- મોટા બિલ્ડરો, નેતાઓ અને અધિકારીઓની જમીનો પચાવી પાડવામાં મિલી ભગત
અમદાવાદ : ભૂતપૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે આજે લેન્ડગ્રેબિંગ પ્રોહેબિશન એકટને આવકારતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનનો આ નિર્ણય ગરીબ ખેડૂતો અને જમીન ગુમાવનારા નિર્દોષ લોકો માટે આશીર્વાદ રૂપ છે, તેઓ આ નિર્ણયને આવકારે છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પાછલાં કેટલાંંક વર્ષોથી લઈને આજે પણ સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓ હવે લોકોની જમીન પચાવતા આવ્યા છે. આ પ્રવૃત્તિ અમદાવાદ અને ગાંધીનગર જેવા સતત વિકસતા વિસ્તારોમાં વધુ વેગવંતી બની છે.
અલ્પેશ ઠાકોર 1 જાન્યુઆરીએ ભૂમાફિયાઓના નામ જાહેર કરશે ભૂમાફિયાઓ જમીન પડાવવા અપનાવે છે, વિવિધ તરકીબો
ભૂમાફિયાઓ મૃતકોના નામે બાનાખત કરે છે, ભળતા નામોને આધારે ખોટા હક્ક-દાવા કરે છે અને આ તમામ પ્રવૃત્તિઓમાં મોટા નેતાઓ અને અધિકારીઓની મીલીભગત છે. ખેડૂતો પાસેથી જમીનના કરારો કરીને તેમના ખાતામાં પૈસા નાખે છે અને ત્યારબાદ તેને ઉપાડી લે છે. જમીનો ધરાવતા ગરીબ, અભણ અને અજ્ઞાની ખેડૂતોને તેઓ છેતરવાનું કાર્ય કરે છે.
25 હજાર કરોડથી વધુની જમીનો માલિકો પાસેથી પડાઈ લેવાઈ
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તેમની સામે જ 50 થી વધુ કેસો મોટા બિલ્ડરો સામે ફરિયાદના આવ્યા છે. આ બિલ્ડર લોબી અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી ચાલી રહી છે. તેમનું કહેવું છે કે, 25 હજાર કરોડથી વધુની જમીનો અસલી માલિકો પાસેથી પડાઈ લેવાઈ છે. આવા વ્યક્તિઓ ધમકીને કારણે બોલતા નથી, તેમજ સામે આવતા નથી.
1 જાન્યુઆરીએ જાહેર કરશે ભૂમાફિયાઓના નામ
અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, તેમની ઠાકોર સેનાનું લીગલ સેલ આવા છેતરાયેલા વ્યક્તિઓને મદદ કરશે. તેઓ આ અંગે જરૂર પડ્યે મુખ્યપ્રધાન , ગૃહપ્રધાન અને કલેકટરને પણ રજૂઆત કરશે. જોકે, અલ્પેશ ઠાકોર એક વાત સ્પષ્ટ કરી છે કે, આવા કિસ્સાઓમાં સંકળાયેલ નેતાની પાર્ટીને સમગ્ર રીતે દોષી ગણી શકાય નહીં. પરંતુ વ્યક્તિગત રીતે નેતાને દોશી માનવા જોઈએ. આ ભૂમાફિયાઓના નામ તેઓ 1 જાન્યુઆરીએ જાહેર કરશે.
આ પણ વાંચો : રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ, આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજાની જોગવાઈ