અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા જાહેર કરાયું કે, વાયુ વાવાઝોડાને પગલે અમદાવાદથી પોરબંદર, દિવ, કંડલા, મુન્દ્રા, અને ભાવનગર જતી તમામ ફલાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે આવતીકાલની તમામ ફલાઇટ્સ રદ કરવામાં આવી છે. સાથે જ મુસાફરો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યારે વેસ્ટર્ન રેલવે દ્વારા સૌરાષ્ટ્રમાં જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી હોવાનુ રેલ્વેના PRO પ્રદિપ શર્માએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર તરફ આગળ વધતી ટ્રેનો બુધવારે સાંજે 6 કલાક સુધી જે સ્ટેશને પહોંચશે ત્યાં જ રૂટ પુર્ણ કરવામાં આવશે. આમ 14 જૂન સુધી બે દિવસ સુધી કુલ 21 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.