ગુજરાત

gujarat

ETV Bharat / state

ISROએ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગીમાં અમદાવાદની અંકુર હોબી સેન્ટરનો સમાવેશ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (Indian Space Research Organization)એ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગી આપી છે. આ એકમો ઇસરોની થીમ ઉપર ટોપી, ટી-શર્ટ, શૂટ, જેવી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરશે. અમદાવાદની અંકુર હોબી સેન્ટર આ પસદગીમાંની એક છે. આ સેન્ટરમાં બાળકોને ઈજનેર, ભૂગોળ અને, જીવવિજ્ઞાન માટેની જાણકારી આપવામાં આવી રહી છે.

ISROએ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગીમાં  અમદાવાદની અંકુર હોબી સેન્ટરનો સમાવેશ
ISROએ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગીમાં અમદાવાદની અંકુર હોબી સેન્ટરનો સમાવેશ

By

Published : Aug 1, 2021, 2:29 PM IST

  • ઈસરોએ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગી આપી
  • આ એકમો ઇસરોની થીમ ઉપર ટોપી, ટી-શર્ટ, શૂટ, જેવી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરશે
  • આ પસદગીમાં અમદાવાદની અંકુર હોબી સેન્ટરનો સમાવેશ

અમદાવાદ :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (Indian Space Research Organization)એ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગી આપી છે. આ એકમો ઇસરોની થીમ ઉપર ટોપી, ટી-શર્ટ, શૂટ, જેવી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરશે. અમદાવાદની અંકુર હોબી સેન્ટર આ પસદગીમાંની એક છે. આ સેન્ટરમાં બાળકોને ઈજનેર, ભૂગોળ અને, જીવવિજ્ઞાન માટેની જાણકારી આપવામાં આવી રહી છે. બાળકો જે વસ્તુઓ પુસ્તક વાંચી રટણ કરવાની જરૂર પડતી હોય છે તે તેઓ અહીં જાતે પ્રેક્ટિકલ કરીને જાણી રહ્યા છે.

બાળકોમાં વિજ્ઞાનને લઇ નવું કૌશલ્ય વિકશે તે માટેના પ્રયાસ

અંકુર હોબી સેન્ટરના ડારેક્ટર ઘંનજય રાવલે ETV Bharat સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોમાં વિજ્ઞાનને લઇ નવું કૌશલ્ય વિકશે તે માટેનો પ્રયાસ અહીં કરવામાં આવે છે. અંકુર હોબી સેન્ટર 1984થી કાર્યરત છે. અત્યાર સુધી 50 હજારથી વધુ બાળકોએ અહીંથી તાલીમ મેળવી છે.

બાળકોને બોર્ડ વિનાના પ્રેક્ટિકલ તાલીમની જરૂર

જ્યારે તેમની મુલાકાત એ.પી.જે અબ્દુલ કલામે તેમને કાગળના વિમાનના એરોડાઈઝ બતાવવા જણાવ્યું કે, ત્યારે તેમણે જુદા-જુદા એન્ગલોથીએ સફળતાપૂર્વક કરી બતાવ્યું હતું. તેમની આ કામગીરી બિરદાવતા કલામે જણાવ્યું કે, તેમણે આજ સિદ્ધાંતને સમજવા પાયલટની પાછળ બેસીને જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમણે જણાવ્યું કે, બાળકોને પણ આવી જ રીતે બોર્ડ વિનાના પ્રેક્ટિકલ તાલીમની જરૂર છે. તેથી તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

ISROએ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગીમાં અમદાવાદની અંકુર હોબી સેન્ટરનો સમાવેશ

બાળકો રેપ્લિકા બનાવી વાસ્તવિક પ્રોજેકટ વિજ્ઞાનના કયા સિદ્ધાંત ઉપર કામ કરે

અંકુર હોબી સેન્ટર છેલ્લા 35 વર્ષથી આ દિશામાં કાર્યરત છે. અહીં બાળકોને ઇસરોના વિવિધ પ્રોજેક્ટ્સ ઉપર રેપ્લિકા બનાવી વાસ્તવિક પ્રોજેકટ વિજ્ઞાનના કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તેનો ખ્યાલ સમજાવે છે. અહીં બાળકોને રોકેટ કયા સિદ્ધાંત મુજબ ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધમાં ઉપરની દિશામાં ગતિ કરે છે ? ચંદ્રયાન મિશનની રેપલિકા, આર્યભટ્ટ ઉપગ્રહ, માઇક્રોસ્કોપનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે સમજણ પુરી પાડે છે. અહીં બાળકો ઇસરોના જ શૂટ પહેરી તાલીમ મેળવે છે.

ABOUT THE AUTHOR

...view details