રુપિયાની નોટને વાઇરસ મુક્ત કરવા અમદાવાદી યુવાને મશીન બનાવ્યું
કોરોના વાઇરસનો ફેલાવો માનવથી માનવમાં હોવાથી કોરોના શંકાસ્પદ વ્યક્તિ જે કંઇ સ્પર્શ કરે તે વાઇરસ યુક્ત બને છે, ત્યારે સૌથી વધુ લેવડ દેવડ રુપિયાની નોટની થતી હોય છે તેને સેનેટાઈઝ કરવાની આ શોધ છે.
રુપિયાની નોટને વાયરસમુક્ત કરવા અમદાવાદી યુવાને મશીન બનાવ્યું
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોરોનાનો ચેપ લાગે તેમ માનીને લોકો દહેશતમાં છે, ત્યારે કરન્સી નોટ પણ તેમાંથી બાકાત નથી. આ સમયમાં લોકો કરન્સી નોટ લેતાં પણ ડરી રહ્યાં છે. તેવા સમયમાં અમદાવાદના એક યુવાને નવી શોધ કરી છેે અને ચલણી નોટને સેનીટાઇઝ કરવાનું મશીન બનાવી લીધું છે. આ મશીનમાં નોટ નાખવામાં આવે તો તે સેનીટાઇઝ થઈ જાય છે અને તેના પર કિટાણું રહેતાં નથી.