અમદાવાદઃ વિશ્વના 180 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે. ત્યારે ભારતમાં આ વાઇરસ હજી સુધી સ્ટેજ-ટુ મોડમાં છે. આ વાયરસ વધુ ના ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને 22 માર્ચના રોજ જનતા કરફ્યૂ રાખવાની અપીલ કરી છે.
જનતા કરફ્યૂને લઈને અમદાવાદની મહિલાઓએ વ્યક્ત કરી પ્રતિક્રિયા
ભારતમાં કોરોના વાઇરસ હજી સુધી સ્ટેજ-ટુ મોડમાં છે. જે વધુ ન ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂ રાખવાની અપીલ કરી છે. જેને લઈને અમદાવાદની મહિલાઓએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતાં.
અમદાવાદ શહેરમાં જનતા કરફ્યુને લઈને મહિલાઓએ કહ્યું હતું કે, તેઓ ચોક્કસ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. તેઓ 22 માર્ચના રોજ સવારે 9 થી રાત્રિના 9 દરમિયાન પોતાના ઘરે જ રહેશે. શહેરીજનોને સોશિઅલ મીડિયા દ્વારા પોતે જાગૃત રહેવા જણાવશે. તેઓ પોતે અફવાઓથી દૂર રહેશે. તેમ જ સાંજના 5 વાગ્યે પોતાની બાલ્કનીનીમાં થાળી વગાડીને કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવશે.
મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રની સેવામાં સમર્પિત મેડિકલ સ્ટાફના લોકોનું પણ ખૂબ સન્માન કરે છે અને તેમની કુશળતા માટે પણ આ સમય પ્રાર્થના કરશે. તેમ જ ઘરમાં રહીને પોતાની દૈનિક પ્રવૃત્તિઓ કરશે.